મુંદરામાં મંદિરના પૂજારીનાં ઘરમાંથી માત્ર પોણો કલાકમાં તાળાં તોડી દોઢ લાખની માલમતાની ચોરી

મુંદરા, બારોઇ રોડ સ્થિત સાંઇબાબાનાં મંદિરની પાછળ આવેલા દીપકભાઇ પૂજારીનાં ઘરમાંથી રાત્રિના અરસામાં માત્ર પોણી કલાકમાં ઘરનાં તાળાં તોડી દાગીના-રોકડ સહિતની અંદાજે રૂ.દોઢ લાખની મતાની તસ્કરી થઇ છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થાનિકે પહોંચ્યો હતો. પૂજારીનાં ઘરનાં તાળાં તોડી અંદર પ્રવેશેલા નિશાચરોએ ઘરનો કબાટ તોડી કપડાં વગેરે વેરવિખેર કરી રોકડ અને દાગીના સહિત દોઢ લાખ રૂપિયાની મતા તસ્કરી કરી ભાગી ગયા હતા. તેવું બહાર આવ્યું છે. બારોઇ રોડ જેવા ધમધમતા વિસ્તારમાં માત્ર પોણા કલાકમાં તસ્કરીની ઘટના બનતાં લોકોમાં અસલામતીની ભાવના ફેલાઇ છે. આ અંગે પોલીસે આગની તપાસ હાથ ધરી છે.