ગાંગડ ગામનાં ચોકમાં વાયની પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 4 ઇસમો ઝડપાયા

ગાંગડ ગામનાં ચોકમાં વાયની પાસે ખુલ્લી જગ્યામાં કેટલાંક જુગારીઓ તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીનાં આધારે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં કેટલાક જુગારીઓ ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળું વળી જુગાર રમતાં હતાં. જેથી પોલીસે કોર્ડન કરીને 4 ઇસમોઓને જુગાર રમતાં પકડી પાડીને તેમની પાસેથી 3910 રૂપીયા મળી આવ્યા હતાં અને દાવ ઉપરથી 310 રૂપીયા મળી આવતાં કુલ 4,220 રૂપીયા જપ્ત કરીને ઝડપાયેલા જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા જુગારીઓમાં રાસંગભાઇ ખોડાભાઇ ઓડ, મોબુભાઇ દેવુભાઇ મેરૈયા, રણછોડભાઇ ભીખાભાઇ ગોહીલ અને મહેમુદમીયા કાળમીયા મલેક તમામ (રહે.,ગાંગડ તા.બાવળા)નો સમાવેશ થાય છે. પોલીસની કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટની લાગણી ફેલાઇ છે.