આનંદનગર સ્લમબોર્ડના મકાનમાંથી દારૂ પકડી પાડ્યો

ભાવનગર, આનંદનગર સ્લમબોર્ડના રહેણાંકી મકાનમાં વિદેશી દારૂની 168 બોટલ ઘોઘારોડ પોલીસ પકડી પાડી મકાન માલિક વિરૂદ્ધ ગુન્હો દાખલ કરાયો છે. આનંદનગર સ્લમબોર્ડ રૂમ નં. 169માં કિરણ સહદેવભાઈ મહેતાના રહેણાંકી મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની તથા તેઓ ઘર બંધ કરી મુંબઈ ગયા હોવાની બાતમીના આધારે ઘોઘારોડ પોલીસની ટીમે તપાસ કરતા ઉક્ત રહેણાંકી મકાન બંધ હાલતમાં હતું. જેને ખોલી તપાસ કરતા રૂમમાંથી વિદેશી દારૂની 14 પેટી જેમાં બોટલ નંગ 168 મળી કુલ રૂ.58,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ઘોઘારોડ પોલીસે કિરણ સહદેવભાઈ મહેતા વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.