ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ બિયરનો જથ્થો ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા ઝડપાયો
ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/ જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા સુચનાઓ આપેલ હતી. આજરોજ વહેલી સવારથી ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન હેડ કોન્સ. જયરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. ઈમ્તિયાઝખાન પઠાણને સંયુકતરીતે બાતમી હકીકત મળેલ કે, એક ભુરા કલરની લોડીંગ રીક્ષા નંબર.GJ-23-Z-9988 આગળના ભાગે રામ ભરોસે લખેલ છે, તે રીક્ષામાં બે ઈસમો ઈંગ્લીશ દારુનો જથ્થો ભરી નિકળવાના છે. જે શિવનગર, અંબિકા મરચા સ્ટોર પાસેથી પસાર થવાના છે. તેવી ચોક્કસ અને સચોટ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ વોચમાં રહેતા હકીકતવાળી ખુલી લોડીંગ રીક્ષાંમાં (૧) વિપુલ ઉર્ફે ભજન જેશીંગભાઈ ગોહીલ ઉવ.૨૪ ધંધો.ડ્રાઈવર રહે.બ્લોક નં.૨૫/બી, વારાહી સોસાયટી, ગાયત્રીનગર, ઘોઘાજકાતનાકા ભાવનગર તથા (૨) રાકેશભાઈ રાજુભાઈ વાઘેલા ઉવ.૨૯ ધંધો.હિરાકામ/ મજુરી રહે.બ્લોક નં.૨૬/બી, વારાહી સોસાયટી, ગાયત્રીનગર, ઘોઘાજકાતનાકા ભાવનગરવાળા એ.સીના બોક્સમાં છુપાવેલ ભારતીય બનાવટની ઇંગ્લીસ દારૂ-બિયરના નીચે મુજબના વર્ણનવાળા જથ્થા સાથે મળી આવેલ. રોયલ સ્ટેગ કલાસીક વ્હીસ્કી બોટલ નંગ. ૨૨ કિ.રૂ.૧૬,૫૦૦, બ્લેન્ડર્સ પ્રાઈડ રેર પ્રિમીયમ વ્હીસ્કી બોટલ નંગ. ૩૮ કિ.રૂ.૧૧,૪૦૦, સીગ્નેચર રેર એજેડ વ્હીસ્કી બોટલ નંગ. ૧૪ કિ.રૂ.૪૨૦૦, રોક ફોર્ડ કલાસીક ફાઈનેસ્ટ બ્લેન્ડેડ વ્હીસ્કી બોટલ નંગ.૨૪ કિ.રૂ.૭૨૦૦, ગોલ્ફર શોટ બેરલ રિઝર્વ વ્હીસ્કી બોટલ નંગ.૦૨ કિ.રૂ.૬૦૦, સ્ટર્લીંગ રીઝર્વ રેર બ્લેન્ડેડ વ્હીસ્કી બોટલ નંગ.૦૨ કિ.રૂ.૬૦૦, કિંગ ફીશર પ્રિમીયમ બિયર ૫૦૦ MLની ટીન નંગ-૨૦ કિ.રૂ.૨૦૦૦, લોડીંગ રીક્ષા અતુલ શકિત કંપનીની ભુરા કલરની આગળ પાછળ રજી.નંબર- GJ-23-Z-9988 કિરુ.૧,૦૦,૦૦૦, અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન મોડલ નં.SM-A217F/DS નો કિ રૂ.૫,૦૦૦ મુદામાલ મળી આવ્યો. ઉપરોક્ત વિગતેનો ઈંગ્લીશ દારુ-બિયરનો જથ્થો તથા હેરાફેરીમાં ઉપયોગ કરેલ લોડીંગ વાહન તથા મોબાઈલ ફોન તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ. આ અંગે ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ હેઠળની કલમો મુજબ ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ છે.આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા એન.જી.જાડેજા, સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર હેડ કોન્સ. જયરાજસિંહ વજુભા જાડેજા, વનરાજભાઈ ખુમાણ, ઘનશ્યામભાઈ ગોહીલ, ભહીપાલસિંહ ચુડસમા, રાજપાલસિંહ સરવૈયા, પો.કોન્સ. સંજયભાઈ ચુડાસમા, ઈમ્તિયાઝખાન પઠાણ, ધર્મેન્દ્રસિંહ ગોહીલ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.