ધોળકામાં બાઈક તસ્કરીના ગુનાનો ઈસમ પકડાયો

ધોળકા ટાઉન પીઆઈ એન.ડી.ચૌધરી સ્ટાફનાં માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. મેનાબેન ટાવર નજીક પહોંચતા હે.કો. મુકેશસિંહ અને કિરણસિંહને બાતમી મળી હતી કે તસ્કરીના બાઈક સાથે એક શખ્સ મેનાબેન ટાવર આવવાનો છે. પોલીસે ત્યાં વોચ ગોઠવી હતી. ત્યારે એક શખ્સ બાઈક સાથે નીકળતા તેને રોકી બાઈકના કાગળો માંગતાં સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. પોલીસે આ શખ્સની પોલીસે વધુ પૂછપરછ કરતાં તેણે કામિલ કોમ્પલેક્ષ, ક્ષત્રિય ઠાકોરવાસ પાસે રહેતા ઝાહિદ ભૂરેભાઈ અંસારીનાં ઘર આગળથી બાઈકની તસ્કરી કરી હોવાની કબૂલાત કરી હતી. ઝડપાયેલા આરોપી કામિલશા જુમ્માશા ફકીર (રહે. ધોળકા)છે. તેની વિરૂદ્ધ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.