વિસનગર શહેરમાંથી ચોરાયેલા 2 બાઈક સાથે 3 ઇસમો પકડાયા
મહેસાણા,વિસનગર શહેરમાંથી ચોરાયેલા 2 બાઈક સાથે વિસનગર તાલુકાના ગોઠવાના 2 અને દેણપના 1 ઈસમને એલસીબીએ મહેસાણાના ઝુલેલાલ સર્કલેથી ઝડપી પાડ્યા હતા. એલસીબી પીઆઈ એ.એમ. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.કે.વાઘેલા તેમજ સ્ટાફના માણસો કચેરીમાં હતા. તે સમયે નરેન્દ્રસિંહ અને રશ્મેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે બિલાડીબાગ તરફથી આવી રહેલા 3 ઇસમોને 2 બાઈક સાથે ઝડપાયા હતા. 8 માસ અગાઉ વિસનગરમાંથી બાઈક ચોર્યાની કબૂલાત કરતા 2 બાઈક સાથે અટક કરી હતી.