મોરબીમાં કારખાનાની ઓરડીમાં જુગાર રમતા પાંચ સાગરીતો પકડાયા

મોરબી તાલુકાના લીલાપર ગામે ટાઈલ્સના કારખાનાની ઓરડીમાં જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી તાલુકા પોલીસની ટીમે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી અતુલકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પી આઈ વિરલ પટેલની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના જયદીપભાઈ પટેલ અને પંકજભા ગઢવીને બાતમી મળી હતી. જેના આધારે મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં રામાપીરના મંદિર સામે લીલાપર ટાઈલ્સ નળિયાના કારખાનાની વિનોદભાઈ ઉર્ફે ભીખાભાઈ પુંજાભાઈ પરમારની ઓરડીમાં જુગાર રમતા વિનોદભાઈ ઉર્ફે ભીખાભાઈ પુંજાભાઈ પરમાર, ભરતભાઈ છગનભાઈ ટીંટીયા, કિશોરભાઈ પ્રેમજીભાઈ પરમાર, હસમુખભાઈ ભવાનભાઈ રાઠોડ અને અજયભાઈ બાબુભાઈ સાગઠીયાને રોકડ રકમ રૂ.૨૭,૧૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે.