જતવાંઢનો યુવાન ગેરકાયદેસર બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો

ભુજ તાલુકામાં ભખરિયા ગામ તરફ જતા રસ્તા ઉપર બાતમીના આધારે પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટુકડીએ દરોડો પાડી તાલુકાના જતવાંઢ ગામના સુમાર હુશેન જતને ગેરકાયદેસર દેશી બંદૂક સાથે ઝડપી પાડી તેની સામે ગુનો નોંધાયો હતો. ભખરિયા તરફના માર્ગે બંધ હાલતમાં રહેલા ડામરના પ્લાન્ટ પછવાડેથી શખ્સને પકડી તેની પાસેથી પરવાના વગરની બંદૂક ઉપરાંત એક મોબાઇલ ફોન અને રૂ.150 રોકડા જપ્ત કર્યા હતા. આરોપી સામે ગુનો નોંધી હથિયાર તેની પાસે કયાંથી અને શા માટે આવ્યું તેની તજવીજ હાથ ધરાઇ છે.