ગાંધીધામ શહેરના ટ્રાન્સપોર્ટ નગરમાં આવેલી ભંગારની એક કેબિનમાંથી 13 હજારનો દારૂ મળ્યો
ગાંધીધામ શહેરના ટ્રાન્સપોર્ટ નગરમાં આવેલી ભંગારની એક કેબિનમાંથી પોલીસે રૂ.13,525 ના દારૂ સાથે ઈસમની અટક કરી હતી. શહેરનાં ટ્રાન્સપોર્ટ નગરમાંથી ખોડિયારનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા તૈયબ ઓસમાણ રાયમા નામના ઈસમને પોલીસે પકડી પાડ્યો હતો. આ ઈસમના કબ્જાની ભંગારની કેબિનમાં દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. આ કેબિનની તલાશી લેવાતાં તેમાંથી દારૂ નીકળી પડયો હતો. અહીંથી મેકડોવેલ્સ નંબર-1ની 750 એમ.એલ.ની 25, ઓલ સિઝન રિસર્વ વ્હીસ્કી 750 એમ.એલ.ની 11 બોટલ તથા હેવર્ડસ પ000 બિયરના 3 ટીન એમ કુલ રૂ.13,525નો અંગ્રેજી દારૂ કબ્જે કરવામાં આવ્યો હતો. આ ઈસમની અટક કરવામાં આવી હતી. આ ઈસમ પાસેથી અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પણ દારૂ પકડી પાડયો હતો. ગત મોડી રાત્રિના અરસામાં તેના વિરુદ્ધ કરાયેલી કાર્યવાહીમાં આ ઇસમે દારૂ ક્યાંથી મગાવ્યો હતો અને મોકલનાર કોણ હતા. જેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.