ગીરના ગામડાઓમાં ભૂકંપના આંચકા અનુભવ્યા
અમરેલી ;- ગીરના ગામડાઓમાં ભૂકંપના આંચકા અનુભવ્યા. ખાંભા ગીરના ગામડાઓ અને મિતિયાળા અભ્યારણ નજીકના ગામડાઓમાં ભૂકંપના ઝટકા અનુભવ્યા… રાત્રીના 10.23 અને 10.26 એ બે ભૂકંપના ઝટકા આવ્યા… ખાંભા, નાનુડી, ભાડ, વાંકીયા અને સાવરકુંડલાના મિતીયાળા, અમભરામપરા, બગોયામાં ભૂકંપનો આંચકો… ગામડાઓમાં ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા… ગીર કાંઠાના ગામડાઓમાં ભૂકંપના ઝટકાથી ભયનો માહોલ સર્જાયો…