વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મુંદરાની દેવશી સારંગ કન્યા પ્રાથમિક શાળામાં આરોગ્યલક્ષી માર્ગદર્શન અપાયું

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે…મુંદરાની કન્યાશાળામાં આરોગ્યલક્ષી માર્ગદર્શન અપાયું. મુંદરા, વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મુંદરાની સો વર્ષ જુની અને શિક્ષિકા દ્વારા સંચાલિત એકમાત્ર કન્યાશાળા દેવશી સારંગ કન્યા પ્રાથમિક શાળામાં આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરા દ્વારા યોજવામાં આવેલ કાર્યક્રમમાં બ્રહ્માકુમાર વિનોદભાઈ ઠક્કરે આહાર થકી આરોગ્ય અંગે માર્ગદર્શન આપ્યું હતું. પ્રકાશભાઈ ઠક્કરે વ્યસનથી થતા નુકશાન અંગે જાણકારી આપી વ્યસન મુક્તિ અંગે સપત લેવડાવ્યા હતા. મેઘજીભાઈ સોધમે દીકરીઓ જીવનમાં બે ઘરનું નામ રોશન કરે છે એમ જણાવ્યું હતું. હંસાબેન સોનીએ વિદ્યાર્થીનીઓને ઉચ્ચ અભ્યાસ કરીને આગળ આવવા આહવાન કર્યું હતું. પ્રત્યુત્તરમાં શાળાની બાળાઓ અંજલિ, દિયા, દર્શના, સામીયા, પ્રગતિ, અર્પિતા, આરતી, ક્રિશા, વંશીકાએ વકીલ, ડોકટર, શિક્ષક બનવાના સપનાની વાત કરીને પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ સપના પુરા કરવા માટે માતાઓની જવાબદારી વિશેષ હોય છે એવું બિનાકાબેન પટેલે જણાવ્યું હતું. કાર્યક્રમમાં પધારેલ વાલીઓમાંથી સાયરાબેન જરીયાએ પોતાના અધૂરા સપના બાળાઓ પુરા કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આભારવિધિ શાળાના આચાર્યા દીપિકાબેન દરજી અને સંચાલન વૃંદાબેન આચાર્ય એ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સંગીતાબેન જેઠવા,પન્નાબેન પરમાર, છાયાબેન પટેલ, સુધીર ઝાલા તથા ભુપેન્દ્ર ડામોરે જહેમત ઉઠાવી હતી.