“આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે કચ્છ જિલ્લામાં ૧૮૧ “અભયમ” મહિલા હેલ્પલાઇન સેવાને સફળતાપૂર્વક ૭ વર્ષ પૂર્ણ”

ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવેલ છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ- સુચન- માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે મહિલા હેલ્પલાઈન ની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન શરુ કરવામાં આવી હતી.

        આ સેવાથી મહિલાઓને કટોકટીની પળોમાં તાત્કાલીક પ્રતિસાદ આપી મુંજવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજનની જેમ સાથે રહી મહિલાને મદદ મળતી હોવાથી ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે. વર્ષ ની સફળ કામગીરી દરમ્યાન ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન દ્વારા કચ્છ જિલ્લામાં કુલ ૩૮૬૬૦ કરતાં વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ- સુચન, માર્ગદર્શન અને બચાવ, પુરું પાડવામાં આવ્યું છે. અને ૧૮૧ એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટિમ  જઇ ને ૮૨૩૨ જેટલી મહિલાઓને મદદ પુરી પાડેલ છે.

       કચ્છ જિલ્લામાં બે રેસ્ક્યુ વાન કાર્યરત છે જેમાં એક પૂર્વ અને બીજી વાન પક્ષિમ કચ્છમાં કાર્યરત  છે બંને ટીમ દ્વારા ઘણા બધા કિસ્સામાં સફળ કામગીરી કરેલ છે જેમાંથી …..

લોકેશન:- ભુજ કાઉન્સિલર:- પટેલ ખૂશ્બુ Success Story:-1 પીડિતા એ જણાવ્યા કે તેમના માતા-પિતા અને ભાઈ સાથે ઝઘડો થયો હતો અને એટલા માટે મહેસાણા થી ભુજ આવી ગયા હતા. અને ઘરે કોઈ પણ જાણ કરેલ નથી.પીડિતા નું કાઉન્સેલિંગ કરતા.તેઓ માનસિક રીતે બીમાર છે. અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે એવું જાણ થતાં…પીડિતા ના પરિવારના સભ્યો સાથે ફોન પર વાતચીત કરી.ત્યારબાદ પીડિતા નું લાંબાગાળાનું  કાઉન્સેલિંગ અને આશ્રય માટે ભુજ સખી વન સ્ટોપ સેન્ટર માં રિફર કરેલ અને ત્યાંથી બીજા દિવસે તેના પરિજનોને સોંપેલ
લોકેશન:- ગાંધીધામ કાઉન્સિલર:- :- નિરૂપા બારડSuccess Story:-2 ગત ડિસેમ્બર માસ માં એક સગીરા પ્રેમસંબંધમાં ઘરેથી ભાગી આવેલ અને બસ સ્ટેન્ડ માં કલાકો સુધી બોયફ્રેન્ડ ની રાહ જોયા બાદ રાત્રીના સમયે અભયમ સેવામાં જાણ થતા ગાંધીધામ સ્થિત રેસ્ક્યુ વેન સાથે ટીમ ઘટના સ્થળે જય સગીરાને કુશળ કોઉન્સેલિંગ દ્વારા સમજાવટ થી ઘરે લઇ જવામાં આવેલ
નિરૂપા બારડ Success Story:-3 ગત વર્ષમાં એક સજ્જન વ્યક્તિ દ્રારા રાત્રીના  ૧૮૧ માં કોલ કરીને જણાવેલ કે એક મહિલા ભુજ-અંજાર રોડ પર બેઠા છે અને ભૂલા પડેલ હોય તેવું જણાય છે ટીમ ઘટના સ્થળ પર પહોંચી કોઉન્સેલિંગ દ્વારા જાણવા મળેલ કે પીડિતા માનસિક અસ્વસ્થ છે તેનું એડ્રેસ જણાવી શકતા નથી તેથી ખુબ જહેમત બાદ સોશ્યિલ મીડિયાના ઉપયોગ થકી તેના પતિ નો કોન્ટેક્ટ કરી તેઓને સોપવામાં આવેલ.
૧૮૧ મહિલા હેલ્પલાઇન  દ્વારા કરેલ કામગીરી (Jan-Dec-2021)KUTCH DIstrcit
સલાહ​-સુચન​-માર્ગદર્શન અને બચાવ માટે મહિલાઓ દ્વારા કરવામાં આવેલ ટોટલ કોલની સંખ્યા6891
ઉપરોક્ત ટોટલ કોલ માંથી(Sr.No.A માંથી)ટેલીફોનિક્ પરામર્શ કરી સમસ્યાનુ સામાધાન કે  યોજ્નાઓ વિશેની કે અન્ય માહિતિ આપેલ્5485
ઉપરોક્ત ટોટલ કોલ માંથી(Sr.No.A માંથી)મહિલાની સમસ્યાને ધ્યાને લઇને રેસક્યુ વાન ઘટના સ્થળ પર જઇને આપેલ મદદ્1406
ઉપરોક્ત કોલ માંથી(Sr.No.C માંથી)આગેવાનો અને કુટુંબના સભ્યો સાથે પરામર્શ કરી સ્થળ પર સમસ્યાનુ સામાધાન993
ઉપરોક્ત કોલ માંથી(Sr.No.C માંથી)મહિલાની ગંભીર સમસ્યાને ધ્યાને લઇને અન્ય સંસ્થા/વિભાગ સુધી કાર્યવાહી માટે લઇ જવામાં આવ્યા (જેવી કે પોલિસ સ્ટેશન​,મહિલા સહાયતા કેન્દ્ર​, આશ્રયગ્રુહ​, સગાસબંધિને,ફેમિલી કાઉન્સિલીંગ સેન્ટર​, નારી અદાલત​, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, .એસ.સી. વગેરે)380
અન્ય(Sr.No.C માંથી)33
૧૮૧ મહિલા હેલ્પલાઇન  દ્વારા કરેલ કામગીરી (Jan & Feb-2022)KUTCH DIstrcit
સલાહ​-સુચન​-માર્ગદર્શન અને બચાવ માટે મહિલાઓ દ્વારા કરવામાં આવેલ ટોટલ કોલની સંખ્યા990
ઉપરોક્ત ટોટલ કોલ માંથી(Sr.No.A માંથી)ટેલીફોનિક્ પરામર્શ કરી સમસ્યાનુ સામાધાન કે  યોજ્નાઓ વિશેની કે અન્ય માહિતિ આપેલ્784
ઉપરોક્ત ટોટલ કોલ માંથી(Sr.No.A માંથી)મહિલાની સમસ્યાને ધ્યાને લઇને રેસક્યુ વાન ઘટના સ્થળ પર જઇને આપેલ મદદ્206
ઉપરોક્ત કોલ માંથી(Sr.No.C માંથી)આગેવાનો અને કુટુંબના સભ્યો સાથે પરામર્શ કરી સ્થળ પર સમસ્યાનુ સામાધાન123
ઉપરોક્ત કોલ માંથી(Sr.No.C માંથી)મહિલાની ગંભીર સમસ્યાને ધ્યાને લઇને અન્ય સંસ્થા/વિભાગ સુધી કાર્યવાહી માટે લઇ જવામાં આવ્યા (જેવી કે પોલિસ સ્ટેશન​,મહિલા સહાયતા કેન્દ્ર​, આશ્રયગ્રુહ​, સગાસબંધિને,ફેમિલી કાઉન્સિલીંગ સેન્ટર​, નારી અદાલત​, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, .એસ.સી. વગેરે)78
અન્ય(Sr.No.C માંથી)5
  • ૧૮૧ હેલ્પલાઇનની વિશેષતા:
  • મહિલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ-સુચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક સહાય આપી છે.
  • ૧૦૮ની સેવા તેમજ ટેકનોલોજી નો ઉપયોગ કરી ૨૪ કલાક સેવાઓ આપતી હેલ્પ લાઈન કાર્યરત કરેલ છે.
  • પીડિત મહિલાને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવું.
  • મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની પ્રાથમિક માહિતી પૂરી પાડવી.
  • મહિલાઓ આ સેવા અંતર્ગત મુખ્યત્વે નીચે મુજબની સેવાઓ મેળવી શકે છે.
  • ફોને ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન, કાઉન્સેલિંગ વી. ની માહિતી કોઈ મહિલા ઉપર કોઈ હિંસા થઇ રહી હોય તો તેને         તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્ક્યુ ની સેવા
  • જરૂરી માહિતીમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ જેવીકે  મહિલા પોલીસ સ્ટેશન, વન સ્ટોપ સેન્ટર, મફત કાનૂની સહાય સેવાઓ, કાઉન્સેલિંગ સેન્ટર, સ્વયંસેવી સંસ્થાઓ, મહિલા અને બાલ વિકાસ અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, મહિલા આયોગ,નારી સંરક્ષણ ગ્રુહ વી. મહત્વના માળખાઓની સંપર્ક માહિતી તેમજ કોન્ફરંસ દ્વારા સીધૂ જોડણ કરવામાં આવે છે. સાથેજ, સરકારશ્રી દ્વારા મહિલાઓના વિકાસ માટે શરુ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને તે મેળવવા માટેના સ્થાનિક સંપર્કની માહિતી આપવામાં આવે છે.
  • કયા કયા પ્રકારની હિંસા સામે મહિલાને મદદ મળી શકે?
  • મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતીય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળે, પ્રજોત્પત્તિને લગતી બાબતો)
  • શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ
  • લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો
  • જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો
  • કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી
  • માહિતી (કાર્યક્રમો, યોજનાઓ, સેવાઓ)
  • આર્થીક  ઉપાર્જન, વ્યવસાયને લગતા પ્રશ્નો