વરસામેડી બાગેશ્રી માં હોળી પર્વની ઉત્સાહભેર ઉજવણી


હોળીના પર્વે પરંપરાનું નિર્વહન કરતા ગાંધીધામ શહેરમાં દરેક વિસ્તારમાં હોળી પ્રગટાવવામાં આવી હતી. ફાગણ માસની પુનમના ઉજવાતા આ પર્વના છાણા, લાકડાઓ વડે બનાવેલી હોળીનું દહન કરાયું હતું. પરિવારો સાથે નવા યુગલો તો ભાણેજ ને લઈને મામાએ હોળીની પ્રદક્ષીણા કરીને મંગલમયી ભવિષ્યની કામના કરી હતી. વરસામેડીમાં જાણીતા બાગેશ્રી સહિત દરેક વિસ્તારોમાં પરંપરા નિભાવીને સંસ્કૃતિનું સવર્ધન કરાયું હતું.
રિપોર્ટ ભારતી માખીજાણી અંજાર