કચ્છ જિલ્લા નું ઐતિહાસિક શહેર અંજારમાં ધૂળેટી ના દિવસે વર્ષો વર્ષ લગ્ને લગ્ને કુંવારા ઇશાક ઇશાકડીના લગ્ન યોજાયા

[11:30 pm, 18/03/2022] Bhartiben Gandhidham Reporter: કચ્છ જિલ્લા નું ઐતિહાસિક શહેર અંજારમાં ધૂળેટી ના દિવસે વર્ષો વર્ષ લગ્ને લગ્ને કુંવારા ઇશાક ઇશાકડીના લગ્ન યોજાયા
અંજાર શહેરમાં અંદાજીત 216 વર્ષથી ધુળેટીના દિવસે ઘેરનું આયોજન કરાય છે. જે પરંપરા રાજાશાહી વખતથી ચાલી આવી છે. જો કે આ ઉજવણી છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે યોજાઈ શકી નહોતી. પરંતુ લગ્ને લગ્ને અખંડ કુંવારા ઇશાકચંદ્રનો લગ્નોત્સવ આ વર્ષે કોરોનામાં આવેલા સુધારના પગલે ધામધૂમથી ઉજવાયો હતો.ઉલ્લેખનીય છે કે કોઈ એક વ્યક્તિને ઈશાકચંદ્ર બનાવવામાં આવે છે અને તેના ઘડિયા લગ્ન લીધા હોય તેમ ઉજવણી કરવામાં આવે છે.
અંજાર શહેરમાં દર વર્ષે ધુળેટીના 1 સપ્તાહ પહેલા માણેક સ્તંભ રોપી આ લગ્નોત્સવ શરૂઆત કરવામાં આવતી હોય છે. જેમાં લગ્નની તમામ રીત-રસમ ઉજવવામાં આવે છે. શહેરના આશાપુરા મંદિરના સ્થાપક ચુનીમામાએ અંદાજીત 216 વર્ષ પહેલાં આ પરંપરાને શરૂ કરી હતી. જે આજે પણ હોળી-ઘેર ઉત્સવ સમિતિના નેજા હેઠળ યથાવત રહી છે. આ ઉજવણીના ભાગ રૂપે એક અઠવાડિયા પહેલાથી જ ઢોલ-વાજિંત્રોના તાલે દરરોજ સાંજે ઉજવણી કરાતી હોય છે અને ધુળેટીના દિવસે ઘેર (વરઘોડો) કાઢવામાં આવે છે
ઘેરની શરૂઆત આશાપુરા મંદિરેથી કરાયા બાદ લોહાર ચોક, 12 મીટર રોડ, મચ્છીપીઠ, સવાસર નાકા થઈ મંદિર પરત ફરી તેની પૂર્ણાહુતિ થાય છે. ઉપરાંત આ વરઘોડા (ઘેર)ને ઢોલ, ડી.જે, વાજિંત્રના સથવારે શહેરના જાહેર માર્ગો પર લોકોની ભારે ભીડ સાથે ફેરવવામાં આવે છે. આ ઘેરમાં માત્ર કચ્છના જ નહીં પરંતુ રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં મોજીલા લોકો જોડાય છે.
છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે આ કાર્યક્રમ યોજાયો ન હતો.
આ વર્ષે પણ સંચાલકોના જણાવ્યા મુજબ રશિયા યુક્રેન યુદ્ધ ના કારણે સાદાઇથી આયોજન કરવામાં આવ્યું હતું.
શહેર તેમજ આજુબાજુના ગામડાઓમાંથી સેંકડો લોકો આ ઘેરમાં જોડાયા હતા.
પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
રિપોર્ટ ભારતી માખીજાણી અંજાર