જૂનાગઢમાં 2 વ્યાજખોરોને પૈસા ચૂકવવા માટે ત્રીજા વ્યક્તિ  પાસેથી લીધા, આ ત્રણેયનાં ત્રાસથી ઝેરી દવા પીને એક વ્યક્તિએ જિંદગી ટૂંકાડી

જૂનાગઢમાં વ્યાજખોરોના ત્રાસ થી એક વ્યક્તિએ ઝેરી દવા પી મોતને ભેટ્યા. આ બનાવ જૂનાગઢના મધુરમ કામનાથનગર વિસ્તારમાં રહેતાં કશ્યપભાઈ મોહનભાઈ ભટ્ટે નોંધાવેલી ફરિયાદઅનુસાર ,નિલેશભાઈ મોહનભાઇ ભટ્ટ(ઉ.વ 52) વાળાએ ધંધા માટે ધવલ કિશોરભાઈ મહેતાં પાસેથી 10 ટકા લેખે 95 હજાર વ્યાજે લીધા હતા જે વ્યાજ સહિત ચૂકવવા માટે સુરેશ ભગુભાઈ વાંદા પાસેથી 10 ટકા લેખે રૂ.3,50,000 લીધા હતા જે ધવલ ને આપી દીધા હતા છતાં પણ  ધવલે વધુ વ્યાજના રૂ.3,80,000ની માંગણી કરી હતી.બંન્ને આરોપી વ્યાજના નાણાં માંગતા હોય જેથી અલકાબેન મગનભાઈ પુરોહિત પાસેથી 50 હજાર વ્યાજે લીધા હતા જેમના અલકાબેન 8 લાખ માંગતા હોય અને આ ત્રણેય વ્યાજે આપેલ રૂપિયાને લઈ નિલેશભાઈને ત્રાસ આપતા હોવાથી તેમજ ધમકીઓ પણ મળતી હતી.જેથી કંટાળી જઈ નિલેશભાઈએ ઝેરી દવા પી લઈ પોતાની જિંદગી ટૂંકાડી હતી આથી પરિવારજનોએ સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા.જો કે સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોમાં  શોક વ્યાપો   હતો.અને આ ત્રણેય વિરૂદ્ધ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.વધુ તપાસ પીએસઆઈ જે.જે ગઢવીએ  હાથ ધરીને કાર્યવાહી શરુ કરી છે