બોટાદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનો ઉદ્ઘાટન શક્તિસિંહ ગોહિલ ના હસ્તે કરવામાં આવ્યું હતું.

બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા આગામી આવનારી વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારી શરૂ કરી દીધી હોય તેમ આજે કોંગ્રેસ પક્ષ દ્વારા જિલ્લા કાર્યાલય ખુલ્લું મુકાયું હતું. કાર્યાલય ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલ કોંગ્રેસના પીઢ નેતા શક્તિસિંહ ગોહિલ, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ધંધુકાના ધારાસભ્ય રાજુભાઈ ગોહિલ, સહિતના આગેવાનોની ભાવનગર કાલે લઈ પાળીયાદ રોડ કાર્યાલય સુધી બાઈક રેલી યોજી મહેમાનોને આવકારવા માં આવ્યા હતા.તેમજ બોટાદના ગૌરવ સમાન કવિશ્રી બોટાદકરની હવેલિચોક ખાતે આવેલ પ્રતિમાને તથા યાર્ડ પાસે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી. સેંકડો કાર્યકર્તાઓ બાઈક રેલી કાઢી જિલ્લા કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં ભૂતપૂર્વ વિધાનસભા પક્ષના નેતા અને કોંગ્રેસના અગ્રણી શક્તિસિંહ ગોહિલના હસ્તે જિલ્લા કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાજકોટથી પધારેલ ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ધંધુકાના ધારાસભ્ય રાજુભાઈ ગોહિલ, હિંમત ભાઈ કટારીયા, રમેશભાઈ મેર, રમેશભાઈ શીલુ, જગદીશભાઈ સવાણી,જગદીશ ઇટાલીયા, હુસેન શ્યામ સહિત ખુબ મોટી સંખ્યામાં હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

        પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસની પછડાટને પગલે તેમજ આગામી સમયમાં બોટાદ માર્કેટિંગ યાર્ડ અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇ પૂર્વ તૈયારીના ભાગરૂપે કાર્યકર્તાઓના સંકલન અને પ્રશ્નો ની જાણકારી તેમજ ચૂંટણીલક્ષી આયોજન,રજૂઆત માટે કોંગ્રેસ પક્ષ તરફથી જિલ્લા કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હોય તેવું જાણવા મળે છે.ત્યારે આગામી વિધાનસભા ચૂંટણી નો સમય પૂરો થાય તે પહેલાં ચુંટણી જાહેર થાય તેવી શક્યતા પણ નકારી ન શકાય.!