ગઢડા ના બે ઇસમોને પાસામાં જેલમાં ધકેલતી ગઢડા પોલીસ સ્ટેશન ટીમ

ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબ તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓની બોટાદ જીલ્લામાંથી દારૂ-જુગાર તથા અસામાજીક પ્રવૃત્તિ કરતા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ.
જે અન્વયે વિભાગીય પોલીસ અધિકારી શ્રી એસ.કે.ત્રીવેદી સાહેબના માર્ગદર્શનમાં ગઢડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી.કરમટીયા તથા તેમની ટીમ દ્રારા ગઢડા શહેરમાં રહેતા……
(૧) મુકેશભાઇ છગનભાઇ મકવાણા રહે.ગઢડા, હુડકો સોસાયટી તા.ગઢડા જી.બોટાદ વાળાના રહેણાંક મકાનમાંથી જુગાર પકડી પાડવામાં આવેલ તેમજ
(૨) આરીફભાઇ આદમભાઇ રફાઇ રહે.ગઢડા,ઢસા રોડ,સામાકાઠા વાળાના રહેણાંક મકાનમાંથી જુગાર પકડી પાડવામા આવેલ
જે અનુસંધાને પોતાના મકાનમાં જુગાર ચલાવનાર ઉ૫રોક્ત બંને ઇસમો વિરૂધ્ધ જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બોટાદ નાઓએ પાસાનુ વોરંટ ઇશ્યુ કરી મુકેશભાઇ છગનભાઇ મકવાણા રહે.ગઢડા,હુડકો સોસાયટી તા.ગઢડા જી.બોટાદ વાળાને પાલારા ખાસ જેલ, ભુજ ( કચ્છ ) ખાતે મોકલી આપવાનો તથા આરીફભાઇ આદમભાઇ રફાઇ રહે.ગઢડા,ઢસા રોડ,સામાકાઠા તા.ગઢડા જી.બોટાદ વાળાને લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવાનો હુકમ કરેલ હોય જે અનુસંધાને ગઢડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેકટર આર.બી.કરમટીયા સાહેબ તથા સ્ટાફના માણસો દ્રારા મજકુર ઇસમને હસ્તગત કરી કોવિડ-૧૯ ની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી કરી ઉપરોક્ત અલગ-અલગ જેલ ખાતે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરેલ છે.
તેમજ બોટાદ જીલ્લામાં અને ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ-જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ તથા સગીરબાળા તથા મહિલાઓની જાતીય સતામણી તથા સાયબર ક્રાઈમ તથા ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવી અને અસામાજીક પ્રવૃત્તિ ન કરવા જાહેર જનતાને અપિલ કરવામાં આવે છે. જો કોઈ આવી અસામાજીક પ્રવૃત્તિ કરશે તો તેમના વિરૂધ્ધ પાસા-તડીપાર જેવી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.