ખૂન ની કોશીષ જેવા મારામારીના ગુનામાં  સંડોવાયેલ વધુ એક ઇસમને પાસા હેઠળ જેલમાં ધકેલતી ગઢડા પોલીસ સ્ટેશન ટીમ

ભાવનગર રેન્જ  પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબ તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓની બોટાદ જીલ્લામાંથી અસામાજીક પ્રવૃત્તિ કરતા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા મળેલ સુચના અન્વયે વિભાગીય પોલીસ અધિકારી શ્રી એસ.કે.ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ ગઢડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી.કરમટીયા તથા તેમની ટીમ દ્રારા ગઢડા પોલીસ સ્ટેશનના ખુનની કોશિષ સહિત મારામારીના ગુન્હામાં સંડોવાયેલ હિતેશભાઈ કનુભાઈ ખાચર જાતે.કાઠી દરબાર રહે, રામપરા ગામ હાલ રહે, ગઢડા તા.ગઢડા જી.બોટાદ વાળાઓ વિરૂધ્ધ બોટાદ જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બીજલ શાહ સાહેબ  એ પાસાનુ વોરંટ ઇશ્યુ કરી પાલારા જેલ, ભુજ ( કચ્છ ) ખાતે મોકલી આપવાનો હુકમ કરેલ હોય જે અનુસંધાને ગઢડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેકટર આર.બી.કરમટીયા તથા સ્ટાફના માણસો દ્રારા મજકુર ઇસમને  પાલારા ખાસ જેલ, ભુજ ( કચ્છ ) ખાતે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ બોટાદ જીલ્લામાં અને ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી તથા દારૂ-જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ તથા સગીરબાળા તથા મહિલાઓની જાતીય સતામણી તથા સાયબર ક્રાઈમ તથા ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવી જેવી અસામાજીક પ્રવૃત્તિ ન કરવા જાહેર અપિલ કરવામાં આવે છે તેમજ આવી અસામાજીક પ્રવૃત્તિ કરનાર ઈસમો વિરૂધ્ધ પાસા-તડીપાર જેવી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.