બોટાદ નગરે પૂ.કાનજીસ્વામી પ્રેરીત શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર મધ્યે તીથઁકર શ્રી નેમિનાથ ભગવાન ની પાવન પધરામણી ની “59” મંગલ વષઁગાંઠ મહોત્સવ..


બોટાદ ની ધમઁ ધરા પર આજ થી 58-વષઁ પૂવેઁ પરમ ઉપકારી પૂજય ગુરૂદેવશ્રી કાનજી સ્વામી કરકમળે પ્રતિષ્ઠીત શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ના ઉપર ની વેદી માં બાલ.બ્રહ્મચારી. શ્રી નેમિનાથ ભગવાન શ્રીઆદિનાથ, શ્રી ચંદ્રપ્રભુ ભગવાન ની સંગેમરમર પ્રતિમા ની મંગલ વેદિ પ્રતિષ્ઠા થયેલ તે ઉપર ના જૈન મંદિર ની આગામી ચૈત્ર સુદ-આઠમ શનીવાર ના રોજ ના “59” માં વાષીઁક પ્રતિષ્ઠા દિવસ ની ખુશાલી નિમિત્તે આગામી તા:-8-9-10- એપ્રિલ-2022 શુક્ર, શનિ,રવિવાર ના રોજ ત્રણ-દિવસ ની અધ્યાત્મ તત્વજ્ઞાન સમ્યકદર્શન શિબિર નું સુંદર અને ભવ્ય આયોજન કરેલ છે, શિબિર નું સંચાલન બ્ર.જિનલબેન શાહ દેવલાલી વાળા કરશે.. ત્રણેય દિવસ જિનેન્દ્ર અભીષેક, જિનેન્દ્ર પૂજા, પૂ.ગુરૂદેવશ્રી નું CD પ્રવચન, જિનલબેન દ્વારા શિબિર કલાસ, સાંજે જિનેન્દ્ર ભકિત તથા આરતી થશે, સકળ સંઘ માટે સવારે નૌકારશી, બપોર નું સંઘજમણ તથા સાંજે ચોવિહાર ની સુંદર વ્યવસ્થા કરેલ છે.. આ કાર્યક્રમ માટે ધમઁ રોચક જીવોને ખુબ જ ઉત્સાહ આનંદ છે, અને તન-મન થનગની રહ્યાં છે… વષઁગાંઠ ના કાયમી સંઘ જમણ મુખ્ય લાભાર્થી દાતાશ્રી નંદલાલભાઈ પોપટલાલ બારભાયા તરફથી સૌપ્રથમ વખત આ વષેઁ સંઘ જમણ થશે..