ગાંધીધામ તથા નખત્રાણાની વણશોધાયેલ ઘરફોડ ચોરીના બે ગુનાઓ શોધી ગુરખા(નેપાળી) ગેંગના આરોપીઓ પકડી કુલ કિ.રૂ.૩,૩૫,૨૦૦/- નો મુદ્દામાલ રીકવર કરતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ

પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પુર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ-કચ્છ જીલ્લામાં તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ અંજાર વિભાગમાં મીલ્કત સબંધી વણશોધાયેલ ગુનાઓ શોધવા સુચના આપેલ હોય અને ગાંધીધામ એ-ડિવીઝન પો.સ્ટે. એ.ગુ.ર.નં ૦૩૦૪/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો રાત્રી ધરફોડ ચોરીનો વણશોધાયેલ ગુનો રજી. થયેલ હોય જેથી પોલીસ ઇન્સપેક્ટર એચ.કે.હુંબલ નાઓએ ઉપરોક્ત ગુન્હો શોધવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફના માણસોને હ્યુમન શોર્સ તથા ટેક્નીકલ સર્વેલન્સની મદદથી મળેલ બાતમીના આધારે આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી(૧) અર્જુન બલબહાદુર સાહી ઉ.વ ૨૫ રહે. રાકુ તહે. વિનાયક થાના મંગલસેન જી.અચ્છામ(નેપાળ) (૨) કમલબહાદુર ભગતબહાદુર સાહી ઉ.વ ૨૧ રહે. રાકુ તહે. વિનાયક થાના.મંગલસેન જી.અચ્છામ(નેપાળ) (૩) કમલબહાદુર જનકબહાદુર સાહી ઉ.વ ૨૪ રહે. બારલા તા.વિનાયક જી.અચ્છામ(નેપાળ) (૪) ટોપેન્દ્રબહાદુર પર્વજીતબહાદુર સાહી ઉ.વ ૨૬ રહે. બારલા તા.વિનાયક જી.અચ્છામ(નેપાળ) કબજે કરેલ મુદ્દામાલની વિગત રૂ.5,000 નું એક લીનોવો કંપનીનું લેપટોપ • રૂ.10,000 નું એચ.પી.કંપનીનું લેપટોપ • રૂ.40,000 ના 8 અલગ અલગ કંપનીના મોબાઇલ • રૂ.15,000 નાં 3 ટેબ્લોઇડ • રૂ.20,000 નુ એપલ કંપનીનું આઇપેડ • રૂ.3,000 નાં 1 જોડ ચાંદીની ઝાંઝરી રૂ. 10,000 નુ એક કેમેરો • રૂ.11,000 નો 1 ચાંદીનો જગ • રૂ.3,500 નો એક ચાંદીનો ગ્લાસ • આ ઉપરાંત નખત્રાણાના બંધ મકાનમાંથી માલમત્તા ચોરી કરવાની કબૂલાત • (1). રૂ.1,13,900ની કિંમતની સોનાની 24.6 ગ્રામની ચેન (2). રૂ.61,000 ની કિંમતની સોનાની બે બંગડીઓ • (3). રૂ.16,000 ની કિંમતની સોનાની ઝૂમ્મરવાળી 1 બુટ્ટી (4). રૂ.22,000 ની કિંમતનું એક મંગળસૂત્ર (5). રૂ.3,500 ની કિંમતની ચાંદીની પાયલ (6)રૂ.1,300 ની કિંમતની ચાંદીની બે કડલી અને ગુરુકુળ વિસ્તારના ઘરમાંથી ચોરેલું વિદેશી ચલણ પણ કબજે કરાયું
કુલ રૂ.3,35,200 નો મુદ્દામાલ કબજે કરી વધુ પુછપરછ હાથ ધરી હોવાનું પીઆઇ હુંબલે જણાવ્યું હતું.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ