ભુજમાં રોમિયોગીરી કરતા ઇસમોને પોલીસે પકડ્યા.
પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વાફરા સોમવારે સાંજે ૫ થી ૭.૩૦ દરમિયાન પોલીસની જુદી જુદી ૪ ટિમો બનાવી ભુજ શહેરના હિલગાર્ડન, ત્રી મંદિર , મંગલમ, નવા બસ સ્ટેશન, શિવપારસ, ખેંગાર બાગ, રાજેન્દ્ર બાગ, ભુજિયા રિંગરોડ, રિલાયન્સ સર્કલ, પુનિતવન તેમજ ભુજ માધાપર વિસ્તારમાં આવતા સ્કૂલ-ટ્યુશન વડા વિસ્તારોને આવરી લઇ છેડતીના બનાવો ન બને તે માટે તપાસ હાથ ધરી હતી. જેમાં રોમિયોગીરી કરતા ૩૨યુવકો પાસે માફીપત્ર લખાવાયા હતા, ૪૫ એનસી કેસ કરાયા, ૧૧ વાહનો ડિટેઇન કરાયા, અને ૧૦,૫૦૦/-નો સ્થળ પરજ દંડ ફટકારવામાં આવ્યો હતો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.