મુંદરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વાર્ષિક ઉત્સવમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન…

મુંદરા, તા.14: તાજેતરમાં શેઠ આર. ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કેનિયા એન્ડ એન્કરવાલા તથા શ્રીમતી ચંદનબેન હાથીભાઈ શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મુંદરાનો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં વર્ષ દરમ્યાન વિવિધ પ્રવૃતિઓમાં સારો દેખાવ કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
જેમાં બી.એ. ગુજરાતી વિષયના પાંચમા સેમેસ્ટરમાં 80% સાથે સમગ્ર કોલેજમાં પ્રથમ ક્રમાંક મેળવનાર રતાડીયાની વિદ્યાર્થીની તિતિક્ષા પ્રકાશભાઈ ઠક્કરનું કોલેજના ગુજરાતી વિભાગના પ્રોફેસર કવિતાબા ઝાલાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે તિતિક્ષાની માતા જાગૃતિબેન રાયચુરા છેલ્લા 20 વર્ષથી રતાડિયાની માધ્યમિક શાળામાં ગુજરાતી વિષયના શિક્ષિકા તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત તિતિક્ષાને સાંસ્કૃતિક કાર્યક્રમમાં સારો દેખાવ કરવા બદલ કોલેજના પ્રોફેસર રાજેશ્વર મતીયાના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદાય લઈ રહેલા ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને કોલેજના પ્રિન્સિપાલ ડો. દિપક ખરાડીએ શુભેચ્છાઓ પાઠવી હતી.