શંકાસ્પદ કોપરના ભંગારનો જથ્થો પકડી પાડતી અંજાર પોલીસ

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તથા ઈ.નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જી.ઝાલા સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો વિરુધ્ધ કાયરદેસર કાર્યવાહિ કરવા સૂચનાઓ આપવામાં આવેલ હોઇ જે અન્વયે અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન.ગડુ સાહેબ દ્વારા બાતમી હકિકત આધારે અંજાર મધ્યે કળશ સર્કલ પાસે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન એક બોલેરો પીકઅપ શકાસ્પદ નીકળતા ઉભી રખાવી ચેક કરતા તેમાં કોપરનો ભંગાર કોઈ પણ બીલ્ટી આધાર વગર મળી આવતા નીચે મુજબનો મુદામાલ સાથે મળી એક ઇસમને પકડી પાડી કાયદેસર કરી આગળની કાર્યવાહિ હાથ ધરવામા આવેલ છે.
પકડાયેલ ઇસમ:
(૧) જાવેદ ઈબ્રાહિમ કુંભાર ઉ.વ.૩૦ રહે.નાનુકુંભાર ફળીયુ શેખટીંબો અંજાર
કબ્જે કરેલ મુદામાલ:
(૧) કોપરનો ભંગાર તેમજ કોપર વાયર કિ.ગ્રા.૪૧૫ જેની કિ.રૂ.૩,૧૧,૨૫૦/-
(૨) બોલેરો પીકઅપ ગાડી રજી.નં.જી.જે.૨૨.યુ.૦૮૩૭ જેની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- કુલ મુદામાલ કિ.રૂ.૭,૧૧,૨૫૦/-
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન.ગડુ સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.
રિપોર્ટ ભારતી માખીજાણી અંજાર