કચ્છમાં વરસતી અગન વર્ષા વચ્ચે વધુ 3 દિવસ હીટ વેવની આગાહી

શુક્રવારે ગાંધીધામ અને અંજાર વિસ્તારમાં મહત્તમ તાપમાન દોઢ ડિગ્રી જેટલું ઉંચકાઇને 42.2 પર પહોંચતાં ફરી કાળઝાળ ગરમી સાથે મધ્યાહ્ને માર્ગો સૂમસામ બન્યા હતા. જો કે, 21.4 ડિગ્રી જેટલાં ન્યૂનતમ તાપમાન સાથે રાત્રે ઠંડક પ્રસરી હતી. જિલ્લા મથક ભુજમાં સતત ત્રીજા દિવસે અધિકત્તમ 41.4 ડિગ્રીએ જળવાયેલું રહેતાં ગરમીની પકડ જારી રહી હતી. કંડલા બંદરે 38.2 અને નલિયા ખાતે 36.8 ડિગ્રી જેટલા મહત્તમ તાપમાન સાથે આંશિક રાહત જણાઇ હતી.
દરમિયાન કચ્છમાં આજથી ત્રણ દિવસ સુધી ઉંચું ઉષ્ણતામાન બેથી ત્રણ ડિગ્રી ઉંચકાવાની સાથે ગરમીનું મોજું ફરી વળશે તેવો વર્તારો હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાયો છે.