વાણિયાવાડમાં શાકભાજીવાળાનો કચરો અને ફળ વેચનારાઓને અપાઈ નોટિસ

ભુજ શહેરના વાણિયાવાડ વિસ્તારમાં નગરપાલિકાએ હાથલારીવાળાએ કચરો કરતા સ્થળ ઉપર જ નોટિસ ફટકારી હતી, જેથી શહેર શેરી ફેરિયા સંગઠને વિરોધ નોંધાવી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવાયું હતું કે, શાકભાજી વેચનારાએ કચરો કર્યો હતો અને ફળ વેચનારાને નોટિસ ફટકારાઈ છે. જે ગેરકાયદે છે.

ભુજમાં નવી શાક માર્કેટથી છેક છઠ્ઠી બારી વિસ્તાર સુધી જાહેર માર્ગ ઉપર પાથરણા પાથરી અને હાથલારી ઉપર શાકભાજી અને ફળ વેચનારાઓનો પડાવ હોય છે, જેમાં ભુજ નગરપાલિકાએ શુક્રવારે સવારે ફળ વેચનારાને કચરો કરવા બદલ નોટિસ આપી હતી. પરંતુ, શેરી ફેરિયા સંગઠનનો આક્ષેપ છે કે, શાકભાજીવાળાએ કચરો કર્યો હતો. આમ, ખોટી વ્યક્તિને નોટિસ અપાઈ છે.