જામીન પર મુક્ત થઇ 3 વર્ષથી ફરાર ખુનનો આરોપી ભુજથી પકડાયો

ઉચ્ચ અધિકારીઓની સુચના અને એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ.ગોહિલ તથા પોલીસ સબ ઇન્સપેકટર આઇ.એચ.હિંગરાના માર્ગ દર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમીના આધારે ભુજના લખૂરાઇ ચાર રસ્તા પાસેથી મુળ જુના વાડજ અમદાવાદના હાલ અંજાર રહેતા દિનેશ ઉર્ફે દોઢ ફુટીયો ઉર્ફે બચ્ચુ દાનાભાઇ રામાભાઇ મારવાડી (સલાટ) (ઉ.વ.40)ની અટકાયત કરી લીધી હતી.
આરોપી અમદાવાદ સાબરમતી જેલ ખાતે લૂટ અને ખૂન કેસનો પાકા કામનો કેદી હતો અને ગુજરાત હાઇકોર્ટમાંથી વચગાળાના જામીન પરથી મુક્ત થયા બાદ છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ભાગતો હતો. એલસીબીને આરોપી સામે ગુનો નોંધાવીને કાર્યવાહી માટે ભુજ બી ડિવીઝન પોલીસને સોંપ્યો હતો.