કનૈયાબે પાસે એમ્બ્યુલન્સ સાથે ટ્રક ભટકાતા તબીબ સહિત ત્રણ ઘાયલ

પ્રાપ્ત વિગતો મુજબ બનાવ શુક્રવારે સાડા ત્રણથી ચાર વાગ્યાના અરસામાં કનૈયાબે ગામ નજીક આશાપુરા કેમ્પ પાસે બન્યો હતો. હજી થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જેમાં આમરડી પી.એચ.સીને ફાળવેલ એમ્બ્યુલન્સથી આમરડી પીએસસીનું સાહિત્ય લઇને ભુજથી ભચાઉ જઇ એમ્બ્યુલન્સ સાથે ધડાકાભેર ટ્રક અથડાતાં એમ્બ્યુલન્સના આગળા બોનેટનો ખૂડદો બોલી ગયો હતો. જેથી એમ્બુલન્સમાં સાવર મહિલા તબીબ સહિત ત્રણે ઇજા પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ મારફતે લઇ જવાયા હતા. પધ્ધર પોલીસે બનાવની જાણવા જોગ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.