કોરોના સમયગાળા દરમ્યાન વચગાળા ની રજા ઉપરથી ફરાર થઇ ગયેલ પાકા કામનાં કેદીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ/પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા, પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા, શ્રી પી.આર.સરવૈયા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/ કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
➡ નામ. સુપ્રિમ કોર્ટનાં તા.૨૩/૦૩/ ૨૦૨૦ તથા તા.૦૭/૦૫/૨૦૨૧નાં હુકમોને આધારે કોરોનાની પ્રથમ તથા બીજી લહેરમાં પાત્રતા ધરાવતાં કેદીઓને અગાઉની નિયત શરતોને આધિન વચગાળાની રજા ઉપર જેલમાંથી મુકત કરવામાં આવેલ.નામ. ફેમીલી કોર્ટ, જામનગરનાં તા.૧૫/૧/૨૦૨૨ના હુકમ થી જામનગર જીલ્લા જેલમાં રહેલ પાકા કામના કેદી નં.૨૧૯૬૩ ઘનશ્યામસિંહ દિલુભા ગોહિલ રહે.પ્લોટ નં.૩૭૫-ડી, શિવ શકિત રેસીડન્સી નં.૨,માર્કેટીંગ યાર્ડ, ફુલસર રોડ,ચિત્રા,ભાવનગરવાળાને બે માસ માટે વચગાળાની રજા ઉપર મુક્ત કરવામાંઆવેલ.તેઓનેતા.૧૭/૦૩/૨૦૨૨ ના રોજ જામનગર જીલ્લા જેલ ખાતે હાજર થવાનું હતુ. પરંતુ તેઓ હાજર થયેલ નહી અને ફરાર થઈ ગયેલ.
➡ ગઇકાલે ભાવનગર,એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન વચગાળાની રજા ઉપરથી ફરાર થયેલ જામનગર જીલ્લા જેલમાં રહેલ પાકા કામના કેદી નં.૨૧૯૬૩ ઘનશ્યામસિંહ દિલુભા ગોહિલ ઉ.વ.૫૧ રહે.પ્લોટ નં.૩૭૫-ડી, શિવ શકિત રેસીડન્સી નં.૨,માર્કેટીંગ યાર્ડ, ફુલસર રોડ, ચિત્રા,ભાવનગર વાળા વરતેજ-સીદસર રોડ ખાતેથી હાજર મળી આવેલ.જેથી તેને હસ્તગત કરી કોરોના ટેસ્ટ કરાવતાં રીપોર્ટ નેગેટીવ આવેલ.જેથી તેને જામનગર જિલ્લ જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે.
➡ આમ, ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ/ પેરોલ ફર્લો સ્કવોડને વચગાળાની રજા ઉપરથી ફરાર થયેલ પાકા કામનાં કેદીને ઝડપી પાડવામાં ખુબ જ મહત્વની સફળતા મળેલ છે.
➡ આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા સાહેબ,પો.સબ ઇન્સ. એન.જી. જાડેજા સાહેબ, પી.આર.સરવૈયા સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર એ.એસ.આઇ. મહિપાલસિંહ ગોહિલ, પો.હેડ કોન્સ. વનરાજભાઇ ખુમાણ, જયરાજસિંહ જાડેજા, પો.કોન્સ. ધર્મેન્દ્દસિંહ ગોહિલ એ રીતેના સ્ટાફના માણસો જોડાયા હ