શહેરની જામા મસ્જિદમાં દસ્તારબંદી નો કાર્યક્રમ યોજાયો.

ભાવનગર શહેરના આંબાચોક વિસ્તારની જામા મસ્જિદમાં રમજાન માસ પુર્વે ૧ રોઝાથી ૧૯ રોઝા દરમિયાન ખત્મે કુરાન શરીફ પુરૂં થતાં દસ્તારબંદી નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાવનગર શહેરની તમામ મસ્જિદના પેશ ઇમામ,સાદાતે ઇકરામ, ઓલમાએ એકરામ, અને નમાઝી ભાઈયો એ ખાસ હાજરી આપી હતી. ખત્મે કુરાન શરીફ પુરૂં કરનાર હાફીઝ સાહેબ નો જામા મસ્જિદના ટ્રસ્ટીઓ, મેમણ મોટી જમાતના ટ્રસ્ટીઓ, તેમજ નામી-અનામી આગેવાનો એ આલીમો, હાફીઝો,કારીઓ,સાદાતોને હદયો (ગીફ્ટ) અને ફુલહાર પહેરાવી સન્માનીત કરવામાં આવ્યા હતાં. અને પ્રોગ્રામ બાદ આમ નીયાઝ (પ્રસાદી) નુ આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રોગ્રામ ને સફળ બનાવવા જામા મસ્જિદના ટ્રસ્ટીઓ એ સારી એવી જહેમત ઉઠાવી હતી.