ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ

જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટરશ્રી અંજાર પોલીસ સ્ટેશન નાઓ આવી પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબૂદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી આવી પ્રવુતિ કરતા ઇસમો પર સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફતે સતત વોચ રાખાવી આવી બધી નેસ્ત નાબુદ કરવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.એન.ગડુ અંજાર પોલીસ સ્ટેશન ના સ્ટાફના માણસો સાથે અંજાર પોલીસ સ્ટેશનના
ચોરીના ગુનાની તપાસમાં હતા
તે દરમ્યાન પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.એન.ગડુ અંજાર પોલીસ સ્ટેશન નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ છે કે, મેઘપર(બો) માં આવેલ શિવ રેસીડન્સી ના મ.નં-૧૨૩ માં રહેતો સંજીવકુમાર સિંગ એ તેના કબજા ના શિવધારા સોસાયટીમાં આવેલ
મ.નં-૧૨૪ વાળામાં ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશીદારૂ રાખી વેચાણ કરતો હોવાની ચોક્કસ બાતમી હકીકત આધારે સ્ટાફના માણસો સાથે રેઇડ કરી રહેણાંક મકાન માથી આરોપી સાથે નીચે મુજબના મુદામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરેલ છે.
હાજર ના મળી આવેલ આરોપી:
સંજીવકુમાર ચંદ્રપ્રકાશ સિંગ ઉ.વ.૪૬ રહે હાલે મ.નં-૧૨૪, શિવ રેસીડન્સી, મેઘપર(બો) તા.અંજાર
મુળ રહે. સુરવાપટ્ટી, તા.શિકરારા જી.જોનપુર (યુ.પી.)
કજે કરેલ મુદામાલ:
(૧) ભારતીય બનાવટની વિદેશી દારૂની કંપની શીલબંધ બોટલો નંગ-૧૬૬ કિ.રૂ.૫૯,૯૭૫/
(૨) બીયરની જુદી જુદી બ્રાન્ડના ટીન નંગ-૯૩ કિ.રૂ.૯,૫૦૦/
(૩) મોબાઈલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૫,૫૦૦/
(૪) લાઈટબીલ નંગ-૦૨ કિ.રૂ.૦૦/૦૦
કુલ્લે કિ.રૂ.૭૫,૦૭૫/-*
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.એન.ગડુ સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.
રિપોર્ટ ભારતી માખીજાણી અંજાર