માંડવી તાલુકાના નાગ્રેચા ગામમાં શાનદાર રીતે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી અને બાદ જણાવતા અનહદ ખુશી થાય છે કે ઈદ-ઉલ-ફિત્ર ના પાક અવસર પર નાગ્રેચા મુસ્લિમ જમાત તરફથી મૌલાના અબ્દુલ કાદર અકબરી સાહેબને ઈદની ખુશુશી ભેટ સ્વરૂપે રૂપિયા ૧,૦૨,૫૦૦ /- રોકડા અને એક બકરી આપવામાં આવેલ છે તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ છે. 65 જેટલા મુસ્લિમ પરિવાર ધરાવતી જમાત દ્વારા આવું ઉમદા કાર્ય માત્ર અને માત્ર મૌલાના અબ્દુલ કાદર સાહેબ દ્વારા મળેલ તાલીમનું ફળ છેે. અને હિન્દુ સમાજના લોકો પણ ખુશીમાં સામેલ થયા હતા અને સરપંચ શ્રી પણ હાજર રહ્યા હતા રીપોર્ટ અસગર આઈ માંજોઠી નાગ્રેચા