ભચાઉના મનફરા ગામની સીમમાંથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધમ નાઓએ પૂર્વ કચ્છ જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહિ/જુગારની બદી નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અનુસંધાને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.આર.પટેલ સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન મુજબ ભચાઉ પોલીસ સ્ટેશનના મદદનિશ પોલીસ અધિક્ષકશ્રી આલોક કુમાર સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.એન.દવે તથા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમી આધારે ભચાઉ તાલુકાના મનફરા ગામમાં સાંતલસરી સીમ વિસ્તારમાં આરોપી ભવાન ખીમા કોલી રહે.મનફરા તા. ભચાઉ વાળાની માલીકીની વાડીમાં આવેલ રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી ભચાઉ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કબજે કરેલ મુદામાલ :-
| અનુ | મુદામાલની વિગત | બોટલ નંગ | કિંમત રૂપિયા |
| 1. | રોયલ ગ્રૈન્ડુર મેટરો લિકર ફોર સેલ ઇન હરીયાણાના ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૨૪૭ જે ૧ બોટલની કિ.રૂ ૩૫૦/- | ૨૪૭ | ૮૬,૪૫૦/- |
| 2. | મેકડોવેલ્સ નંબર-૧ સુપીરીયર વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણાના ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૧૦૬ જે ૧ બોટલની કિ.રૂ ૩૭૫/- | ૧૦૬ | ૩૯,૭૫૦ |
| 3. | ઓલ સીઝન ગોલડન કલેકશન રીઝર્વ વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણાના ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૧૨ જે ૧ બોટલની કિ.રૂ ૩૭૫/- | ૧૨ | ૪૫૦૦/- |
| 4. | રોયલ બ્લેક ઓરેન્જ વોડકા ફોર સેલ ઇન ગોવા ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૧૨ જે ૧ બોટલની કિ.રૂ ૩૦૦/- | ૧૨ | ૩૬૦૦/- |
| 5. | રોયલ બ્લેક ઓરેન્જ વોડકા ફોર સેલ ઇન ગોવા ૧૮૦ મી.લી.ના કવાટરીયા નંગ-૧૪૧ જે ૧ કવાટરીયાની કિ.રૂ ૧૦૦/- | ૧૪૧ | ૧૪,૧૦૦/- |
| 6. | રોયલ બ્લ્યુ માલ્ટ વ્હીસ્કી ફોર સેલ ઇન ગોવા ૧૮૦ મી.લી.ના કવાટરીયા નંગ-૨૮૦ જે ૧ કવાટરીયાની કિ.રૂ ૧૦૦/- | ૨૮૦ | ૨૮,૦૦૦/- |
| 7. | ગ્રીન એપલ વોડકા વ્હીસ્કી ફોર સેલ ઇન ગોવા ૧૮૦ મી.લી.ના કવાટરીયા નંગ-૨૮૨ જે ૧ કવાટરીયાની કિ.રૂ ૧૦૦/- | ૨૮૨ | ૨૮,૨૦૦/- |
| કુલ | ૧૦૮૦/- | ૨,૦૪,૬૦૦/- |
આરોપી :-
(૧) ભવાન ખીમાભાઇ કોલી રહે. મનફરા તા.ભચાઉ
કામગીરી કરનાર અધિ/કર્મચારી :-
આ કામગીરી મદદનિશ પોલીસ અધિક્ષકશ્રી આલોક કુમાર સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.એન.દવે તથા ભચાઉ પોલીસ સ્ટાફ સાથે રહી કરવામાં આવેલ છે.