ફાયર આર્મ્સ પિસ્ટલ-૧ તથા જીવતા કારતુસ નંગ-૨ સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.


ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબ અને ભાવનગર જીલ્લાના ડી.એસ.પી.શ્રી ડો.રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારૂ રૂપે જળવાઇ રહે તે સારૂ જીલ્લામાં ગેરકયદેસર રીતે ફાયર આર્મ્સ હથિયાર રાખતા ઇસમો સામે તથા હથિયાર પરવાના ધરાવતા પરવાના ધારકો પરવાના શરતોનો ભંગ કરે તો તેઓની સામે કાર્યવાહી કરવા ખાસ એક્શન પ્લાન બનાવેલ હતો. અને ભાવનગર એસ.ઓ.જી. પોલીસને આ બાબતે પરિણામલક્ષી કામગીરી હાથ ધરવા સુચન કરેલ હતું
તેના ભાગરૂપે એસ.ઓ.જી. ભાવનગરના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એસ.બી.ભરવાડ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્રારા અગાઉ પરવાના શરતોનો ભંગ કરી બંદુક વગેરે સાથેના ફોટાઓ સોસીયલ મીડીયામાં મુકનાર ઇસમો સામે કાર્યવાહી કરેલ હતી અને ગઇ રાત્રીના એસ.ઓ.જી. પોલીસ દ્રારા નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન શહેરના હઝુરપાઇગા રોડ રોયલ કોમ્પ્લેક્ષ પાસેથી મારામારી તથા અપરહરણના ગુન્હામાં પકડાઇ ચુકેલ એક રીઢા ગુનેગારને દેશીબનાવટની પિસ્ટલ નંગ-૧ તથા જીવતા કારતુસ નંગ-૨ સાથે ઝડપી પાડી પિસ્ટલ તથા કારતુસ કબ્જે લઇ તેના સામે કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયાએ આર્મ્સ એકટની ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો.
આરોપી:-
સાજીદ ઉર્ફે બાપુ S/O સીદીકમીયા સૈયદ ઉ.વ.૩૬ રહે બ્લોક નં. ૧૪ માઝ પાર્ક ભીલવાડા સર્કલ ભાવનગર
કબ્જે લીધેલ મુદ્દામાલ:-
દેશી બનાવટની પિસ્ટલ નંગ-૧ કિ. રૂ।.૧૦,૦૦૦/- તથા જીવતા કારતુસ નંગ-૨ કિ.૨૦૦/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:-
એસ.ઓ.જી. ભાવનગરના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.બી.ભરવાડ તથા હેડ કોન્સ. જીતેન્દ્રસિંહ જાડેજા તથા યુસુફખાન પઠાણ તથા પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા પાર્થભાઇ પટેલ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ. ભગીરથસિંહ રાણા