ભાવનગર,મહિલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇ.પી.કો.કલમઃ-૪૯૮ મુજબનાં ગુન્હામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતાં-ફરતાં આરોપીઓને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા  પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર પટેલસાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા, શ્રી પી.આર.સરવૈયા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો ને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

          ગઇકાલે ભાવનગર એલ.સી.બી.નાં પોલીસ હેડ કોન્સ. સાગરભાઇ જોગદિયા તથા મહેન્દ્દભાઇ ચૌહાણને સંયુકત રીતે માહિતી મળી આવેલ કે,ભાવનગર,મહિલા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૮૦૩૬૨૧ ૦૦૦૬/૨૦૨૧ ઇ.પી.કો. કલમઃ-૪૯૮-(ક), ૩૨૩ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી (૧) વૈભવભાઇ રાજેશભાઇ શેઠ (૨) જીગીશાબેન રાજેશભાઇ શેઠ (૩) રાજેશભાઇ બટુકરાય શેઠ રહે.બંબાખાનાવાળી શેરી,કણબીવાડ,ભાવનગરવાળાઓ હાલ-પ્લોટ નંબર ૪/બી, હર્ષનગર,વારાહી બસ સ્ટેશનની પાસે,ડી-કેબીન,સાબરમતી,અમદાવાદ ખાતે રહે છે. જે માહિતી આધારે ભાવનગર, એલ.સી.બી. ની ટીમ અમદાવાદ ખાતે જઇ નીચે મુજબનાં નાસતાં-ફરતાં આરોપીઓને હસ્તગત કરી ભાવનગર, મહિલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ.

(૧) વૈભવભાઇ રાજેશભાઇ શેઠ ઉ.વ.૨૯

(૨) જીગીશાબેન રાજેશભાઇ શેઠ ઉ.વ.૫૫

(૩) રાજેશભાઇ બટુકરાય શેઠ ઉ.વ.૫૯

રહે.તમામ બંબાખાનાવાળી શેરી, કણબીવાડ, ભાવનગર હાલ-પ્લોટ નંબર ૪/બી, હર્ષનગર, વારાહી બસ સ્ટેશનની પાસે,ડી-કેબીન, સાબરમતી, અમદાવાદ

           આમ, ભાવનગર,મહિલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇ.પી.કો.કલમઃ-૪૯૮ મુજબનાં ગુન્હામાં છેલ્લાં એકાદ વર્ષથી નાસતાં-ફરતાં કુલ-૦૩ આરોપીઓને ઝડપી લેવામાં એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડને સફળતા મળેલ છે.

          આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પોલીસ સબ ઇન્સ. પી.આર.સરવૈયાની સુચના અને માર્ગદર્શન અનુસાર પો.હેડ કોન્સ. સાગરભાઇ જોગદિયા, મહેન્દ્દભાઇ ચૌહાણ, ઘનશ્યામભાઇ ગોહિલ પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમા, જયદિપસિંહ ગોહિલ, હસમુખભાઇ પરમાર, જાગૃતિબેન કુંચાલા તથા ડ્રાયવર હારીતસિંહ ગોહિલ એ રીતેના સ્ટાફના માણસો જોડાયા હતાં.