ગણતરીના કલાકોમાં ગુમ થયેલ સગીર વયના બાળકને શોઘી કાઢી તેના માતા – પિતાને સોંપતી મુંદરા પોલીસ
પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ ઇન્ચાર્જ પશ્ચિમ કચ્છ ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ – ભુજ નાઓની સુચનાથી મુંદરા પોલીસ સ્ટેશનમાં ગઇકાલ મોડી રાત્રીના ફરિયાદી – વિસ્મુબાઇ વા / ઓફ રાધેશ્યામ પ્રજાપતિ નાઓએ પોતાનો સગીર દીકરો – નિગમ ગુમ થયેલની મુંદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ જાહેર કરાવેલ હોઇ જે આધારે સોશિયલ મિડીયામાં તથા સ્થાનિક લોકોમાં ગુમ થયેલ સગીરના ફોટોગ્રાફની બહોળી પ્રસિધ્ધી કરી તેના આધારે ગુમ થયેલ સગીર બાળકને ગણતરીના કલાકોમાં શોધી કાઢી બાળકને તેના માતા – પિતાને સોંપવામાં આવેલ છે . આ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ – આ કામગીરીમાં પો.ઇન્સ.શ્રી એચ.એસ.ત્રીવેદીનાઓ સાથે પોલીસ સ્ટાફના એ.એસ.આઇ સંજયસિંહ જાડેજા તથા જીગ્નેશભાઇ અસારી તથા પો.હેડ.કોન્સ.રવજીભાઇ બરાડીયા તથા જયેન્દ્રસિંહ ઝાલા , મહિપતસિંહ વાધેલા નાઓ જોડાયેલ હતા
