અપહરણ થયેલ સગીર વયની બાળકી તથા આરોપીને ગણતરીના કલાકોમાં શોઘી કાઢતી મુંદરા પોલીસ

પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ ઇન્ચાર્જ પશ્ચિમ કચ્છ ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓ ની સુચનાથી મુંદરા પોલીસ સ્ટેશનમાં અપહરણના દાખલ થયેલ ગુના કામે સગીર વયની બાળકી તથા આરોપી ને ગણતરીના કલાકોમાં રેલ્વે પોલીસ ફોર્સની મદદથી ધાંગધ્રા રેલ્વે સ્ટેશન ખાતેથી આરોપી તથા સગીર બાળકીને શોધી કાઢવામાં મુંદરા પોલીસને સફળતા મળેલ છે . આરોપી અકરમ ગની કુરેશી ઉંમર -૧૮ વર્ષ ૫ મહીના મુળ રહે.વિરા તા.અંજાર હાલ રહે મહેશનગર , મુંદરા આ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ : આ કામગીરીમાં પો.ઇન્સ.શ્રી એચ.એસ.ત્રીવેદીનાઓ સાથે પોલીસ સ્ટાફના એ.એસ.આઇ સંજયસિંહ જાડેજા તથા જીગ્નેશભાઇ અસારી તથા પો.હેડ.કોન્સ રવજીભાઇ બરાડીયા નાઓ જોડાયેલ હતા