દુષ્કર્મ નાં ગુન્હાના આરોપીઓને ગુન્હો દાખલ થયાની ગણતરીના કલાકોમા પકડી પાડતી ગારીયાધાર પોલીસ

મ્હે.ભાવનગર રેન્જના પોલીસ મહાનીરીક્ષક સા. શ્રી અશોકકુમાર યાદવ સાહેબ ભાવનગર રેન્જ નાઓએ આપેલ સુચના મુજબ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ડો.રવિન્દ્ર પટેલ સાહેબ દ્વારા તથા પાલીતાણા ડીવીઝનનાં નાયબ પોલીસ અધિક્ષક સા. શ્રી આર.ડી.જાડેજા સાહેબશ્રી એ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ દુષ્કર્મનાં ગુન્હાનાં આરોપીઓ તાત્કાલિક પકડી પાડવા સુચના કરેલ.

ગારીયાધાર પોલીસ સ્ટેશનમા ’’એ’’ પાર્ટ ૧૧૧૯૮૦૧૯૨૨૦૨૫૮/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૭૬(૨)(જે)(એન), ૫૦૬(૨), ૧૧૪ તથા પોક્સો એક્ટ કલમ ૪,૬,૮,૧૭ મુજબ ની ફરીયાદ તા.૧૮/૦૫/૨૦૨૨ કલાક ૧૦/૦૦ વાગ્યે જાહેર થયેલ, જે હકીકત માં ભોગબનનાર/ફરીયાદી એ જાહેર કરેલ કે આ કામનાં આરોપીઓ એ ફરીયાદી/ભોગ બનનારને ધાક ધમકી આપી બદનામ કરી નાખવાની બીક બતાવી ફરીયાદીનાં પિતાને મારી નાખવાની ધમકી આપી ભોગ બનનાર સાથે આરોપી શાહનવાજ ઉર્ફે શાનુ ફિરોજભાઇ પઠાણ/સિપાઇ ઉ.વ. ૨૩ રહે-સિપાઇ શેરી ગારીયાધાર વાળાએ અવારનવાર ફરીયાદી/ભોગ બનનારની મરજી વિરૂધ્ધ બળજબરીપુર્વક બળાત્કાર કરી ગુન્હો કરેલાની હકીકત તથા અન્ય સહઆરોપીઓ (૧) તૌફિકભાઇ દિલીપભાઇ દલ/સંધિ ઉ.વ. ૨૯ (૨) કોમલબેન ડો/ઓ રસિકભાઇ રતિભાઇ ભદ્રેશ્વરા/દરજી ઉ.વ. ૨૩ રહે-બન્ને ઘાંચીવાડ, ગારીયાધાર વાળા એ આ બાબતે ફરીયાદી/ભોગ બનનાર ને જણાવેલ કે આ વાત કોઇ ને કરીશ તો જીવતી નહી રહે, તેમ જણાવી આરોપીઓએ એકબીજા ને મદદગારી કરી ગુન્હો કરેલ, વિ.મતલબે ઉપરોકત ગુન્હો રજી.થયેલ હોય.

આ કામે ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.વી.ધ્રાંગુ સાહેબ તથા પોલીસ સ્ટાફ નાં માણસો આ કામનાં આરોપીઓની તપાસમાં હતા, તે દરમ્યાન ચોક્કસ બાતમી આધારે હકીકત મળેલ કે આ કામનાં આરોપીઓ  ગારીયાધારમાં અલગ અલગ જગ્યાએ છુપાયેલ હોય, જેથી બાતમીવાળી જગ્યાએથી ત્રણેય આરોપીઓને પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી કરેલ અને આ કામની તપાસ IUCAW યુનિટ ભાવનગર નાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.આર.બેરા સાહેબ ચલાવી રહ્યા છે. જેઓએ આરોપીઓને ગુન્હાનાં કામે આજરોજ ધોરણસર અટક કરેલ છે.

કામગીરીમા જોડાયેલ ગારીયાધાર પો.સ્ટે. પોલીસ ટીમ –

પો.સબ.ઇન્સ. વી.વી.ધ્રાંગુ

હેડ કોન્સ. ડી.કે.ગઢવી

પો.કોન્સ. ભગવાનભાઇ સાંબડ

પો.કોન્સ. વિજયભાઇ ચુડાસમા

પો.કોન્સ. રાજુભાઇ ડાંગર

પો.કોન્સ. રાજુભાઇ વાઘેલા 

વુ.પો.કોન્સ. સોનલબેન આલગોતર

ડ્રા.પો.કોન્સ. ગિરીરાજસિંહ સરવૈયા

રિપોટર એઝદ શૈખ ભાવનગર