જાહેરમાં ગંજીપત્તાનાં પાના-પૈસાથી તીનપત્તીનો જુગાર રમતાં કુલ-૮ સ્ત્રીઓ/પુરૂષોને રોકડ રૂ.૩૧,૮૦૦/-નાં મુદામાલ સાથે ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા  પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ ઇન્સ. પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

આજરોજ એલ.સી.બી. સ્ટાફનાં પો.હેડ કોન્સ. વનરાજભાઇ ખુમાણને બાતમીરાહે મળેલ હકિકત આધારે ભાવનગરથી નિરમા પાટીયા રોડ, ખેતા ખાંટલી ગામથી આગળ સનેસ ગામની સીમ ઝીંઝુવાડી તરીકે ઓળખાતા વિસ્તારની બાવળની કાંટમાં માણસો ભેગાં થઇ ગંજીપતાનાં પાનાં-પૈસા વડે તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતાં નીચે મુજબનાં સ્ત્રીઓ/પુરૂષોને ગંજીપત્તાનાં પાના તથા રોકડ રકમ સાથે ઝડપી પાડેલ.

( 1. ) વલ્લભભાઇ પોપટભાઇ પાડલીયા ઉ.વ.૩૫ રહે.ગીરનાર સોસાયટી, નારી રોડ, કુંભારવાડા, ભાવનગર

( 2. ) રાજુભાઇ લખમણભાઇ ભડિયાદ્રા ઉ.વ.૨૨ રહે.ગીરનાર સોસાયટી, નારી રોડ, કુંભારવાડા, ભાવનગર

( 3. ) સહદેવ સુરેશભાઇ ગોહિલ ઉ.વ.૨૩ રહે.ગીરનાર સોસાયટી, નારી રોડ, કુંભારવાડા, ભાવનગર

( 4. ) મેહુલભાઇ પ્રવિણભાઇ કાનાણી ઉ.વ.૧૯ રહે.શેરી નંબર-૨, રામદેવનગર, કુંભારવાડા, ભાવનગર

( 5. ) શોભાબેન વા/ઓ રણછોડ ભીખાભાઇ જાદવ ઉ.વ.૩૦ રહે.શેરી નં.૮,બાનુબેનની વાડી, કુંભારવાડા, ભાવનગર

( 6. ) મધુબેન વા/ઓ રમેશભાઇ માવજીભાઇ ટેભાણી ઉ.વ.૪૫ રહે.શેરી નં.૨૦, માઢીયા રોડ, કુંભારવાડા, ભાવનગર

( 7. ) સંગીતાબેન ડો/ઓ જેન્તીભાઇ બચુભાઇ વેગડ ઉ.વ.૪૦ રહે.૬૦ ફળી, કરચલીયા પરા, ભાવનગર

( 8. ) ભાવુબેન વા/ઓ ભાવેશભાઇ પ્રેમાભાઇ રાઠોડ ઉ.વ.૩૫ રહે.શેરી નંબર-૧૬, માઢીયા રોડ, કુંભારવાડા, ભાવનગર

આ જુગારવાળી જગ્યાએથી ગંજીપતાનાં પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/-, રોકડ રૂ.૩૧,૮૦૦/- તથા આછા ભુરા કલરની ચટાઇ કિ.રૂ.૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ. જે અંગે તેઓ તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી થવા માટે વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ –

પોલીસ ઇન્સ.શ્રી એસ.બી.ભરવાડ,પોલીસ સબ ઇન્સ. શ્રી પી.આર.સરવૈયા, પો.હેડ.કોન્સ. વનરાજભાઇ ખુમાણ, મહેન્દ્દભાઇ ચૌહાણ, ભહિપાલસિંહ ચુડાસમા, પો.કોન્સ. ઇમ્તિયાઝખાન પઠાણ, વુમન પો.કોન્સ. જાગૃતિબેન કુંચાલા તથા ડ્રાયવર સુરસિંહ ગોહિલ

રિપોટર એઝદ શૈખ ભાવનગર