જાહેરમાં ગંજીપત્તાનાં પાના-પૈસાથી હાથકાંપનો જુગાર રમતાં કુલ-૬ ઇસમો પૈકી ચાર ઇસમોને રોકડ રૂ.૧૦,૧૧૦/-નાં મુદામાલ સાથે ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા  પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ ઇન્સ. પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

આજરોજ એલ.સી.બી. સ્ટાફનાં પો.હેડ કોન્સ. રાજપાલસિંહ સરવૈયાને બાતમીરાહે મળેલ હકિકત આધારે ભાવનગર, ખેડુતવાસ મેલડીમાની ધાર, મગનની ખાણ, રામાપીર મંદીરની પાસે આવેલ જાહેર જગ્યામાં ગંજીપતાનાં પાનાં-પૈસા વડે હાથકાંપનો હાર-જીતનો જુગાર રમતાં કુલ-૬ ઇસમો પૈકી ૪ ને ગંજીપત્તાનાં પાના તથા રોકડ રકમ સાથે ઝડપી પાડેલ.

( 1. ) ગોપાલભાઇ વિનોદભાઇ વાજા ઉ.વ.૨૪ રહે. મહાકાળીમાતાનાં મંદિર પાસે, હનુમાનનગર,ક.પરા,ભાવનગર

( 2. ) મનોજભાઇ ઉર્ફે ભેલી પોપટભાઇ રાઠોડ ઉ.વ.૩૯ રહે.ત્રીવેણી રોલીંગ મીલ પાછળ, પોપટનગર, ભાવનગર

( 3. ) સંજયભાઇ પંડીતભાઇ વસાવા ઉ.વ.૨૨ રહે.રૂવાપરી રોડ, લેપ્રસી કોલોની, ભાવનગર

( 4. ) સાગરભાઇ ઉર્ફે ગોવીંદ રાજુભાઇ વસાવા ઉ.વ.૧૯ રહે.રૂવાપરી રોડ, લેપ્રસી કોલોની, ભાવનગર

( 5. ) કૃણાલભાઇ કેશાભાઇ ચુડાસમા રહે.મેલડીમાની ધાર, ખેડુતવાસ, ભાવનગર (પકડવાનાં બાકી આરોપી)

( 6. ) રાહુલ ઉર્ફે ઇતી રાજેશભાઇ ચુડાસમા રહે.મેલડીમાની ધાર, ખેડુતવાસ, ભાવનગર(પકડવાનાં બાકી આરોપી)

આ જુગારવાળી જગ્યાએથી ગંજીપતાનાં પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/-, રોકડ રૂ.૧૦,૧૧૦/-નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરેલ. જે અંગે તેઓ તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી થવા માટે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ –

પોલીસ ઇન્સ.શ્રી એસ.બી.ભરવાડ,પોલીસ સબ ઇન્સ. શ્રી પી.આર.સરવૈયા,પો.હેડ.કોન્સ. રાજપાલસિંહ સરવૈયા, ઘનશ્યામભાઇ ગોહિલ, સાગરભાઇ જોગદિયા પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમા

રિપોટર એઝદ શૈખ ભાવનગર