લાકડીયા પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરી કે છળકપટથી મેળવેલ લોખંડના સળીયા ૭૫૫૦ મેટ્રીક ટન કી.રૂ. ૫,૨૮,૫૦૦ /- નો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ-કચ્છ, ગાંધીધામ


બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબશ્રી, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓના બનાવો શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ જેથી આજરોજ એમ.એન.રાણા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓની સાથે એલ.સી.બી ટીમ સામખ્યાળી – લાકડીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે રોહિતભાઇ મગનભાઈ મસુરીયા રહે. જંગી તા.ભચાઉ વાળો પોતાના કબ્જા ભોગવટાનાં સામખ્યાળી થી મોરબી હાઇવે રોડ ઉપર આશીર્વાદ હોટલ નજીક આવેલ વરંડામાં હાઇવે ઉપરથી લોખંડનાં સળીયા ભરી પસાર થતી ટ્રકોનાં ડ્રાઇવરો સાથે મળી લોખંડનાં સળીયા ઉતારી ચોરી કરી વેચાણ કરે છે અને લોખંડ સળીયાનો જથ્થો વરંડામાં રાખે છે. જે આધારે આ જગ્યાએ રેડ કરતા રોહિતભાઈ મગનભાઇ મસુરીયા હાજર મળી આવેલ અને વરંડામાં રાખેલ લોખંડનાં સળીયાનાં જથ્થા બાબતે કોઈ આધાર પુરાવા કે સંતોષકારક જવાબ નહી આપતા આ લોખંડમાં સળીયા ચોરી કે છળકપટથી મેળવેલ હોય નીચે મુજબનો જથ્થો સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી તથા હાજર મળી આવેલ ઇસમને સી.આર.પી.સી. કલમ-૪૧ ( ૧ ) ડી તળે અટકાયત કરી જે અંગે લાકડીયા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી આગળની તપાસ એલ.સી.બી. દ્વારા ચલાવવામાં આવે છે .
પકડાયેલ આરોપીનુ નામ રોહિતભાઈ મગનભાઈ મસુરીયા ( મારાજ ) ઉ.વ .૨૩ રહે. જંગી તા.ભચાઉ
કબ્જે કરેલ મુદ્દામાલ –
( ૧ ) અલગ–અલગ સાઈઝ ( એમ.એમ. ) નાં લોખંડનાં સળીયાની ભારી નંગ -૧૦૪ – વજન ૭૫૫૦ મેટ્રીક ટન કિં.રૂ. ૫,૨૮,૫૦૦ /-
( ૨ ) મોબાઇલ ફોન નંગ – ૧ કિં.રૂ. ૧૦,૦૦૦ /-
આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે
રિપોટર ભારતી માખીજાણી ગાંધીધામ