અંજા૨ પો.સ્ટે. વિસ્તારમાંથી વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ–કચ્છ, ગાંધીધામ

બોર્ડર રેન્જ આઈ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સાહેબશ્રી પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહી./જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય અને અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત આધારે અંજાર વિસ્તારમાં એ.પી.એમ.સી.માર્કેટની સામે આરોપીએ પોતાન કબ્જાના ગાયોના વાડામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ નો જથ્થો વેચાણ કરવા સારૂ સંગ્રહ કરી રાખેલ છે જે હકીકત આધારે રેઇડ કરી આરોપીના કબ્જામાંથી મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી અંજાર પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવેલ છે. પક્ડાયેલ આરોપીનું નામ-રાજેશગીરી ઉર્ફે રાજેન્દ્રગીરી ગોસ્વામી ઉ.વ.૨૯ રહે.મોમાઈ “મા”ના મંદીર સામે નવા અંજાર મુદામાલની વિગત વેદેશી દારૂની બોટલો નંગ-૨૭૩ કિ.રૂ.૮૧,૯૭૦/- મોબાઈલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦/- કુલ કિ.રૂ.૮૬,૯૭૦/-
આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સપેક્ટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઈન્સપેક્ટર કે.એન.સોલંકી અને એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ