ગાંધીધામ વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો

ગાંધીધામ રે. પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર, નં .૧૧૯૯૪૦૦૪૨૨૦૦૧૫/૨૦૨૨  ઇ.પી.કો. કલમ ૩૦૨ તથા જી.પી.એ.એસ. કલમ-૧૩૫ મુજબનો ગુનો તા.૨૨/૦૫/૨૦૨૨ ના કલાક-૧૧:૩૫ વાગ્યે જાહેર થયેલ છે. પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ રેલવે, અમદાવાદ નાઓએ આ કામે સંડોવાયેલ આરોપીને તાત્કાલિક પકડી પાડવા આપેલ સૂચના આધારે શ્રી એ.એમ.દેસાઇ. વિભાગીય પોલીસ અધિકારી સાહેબ પ.રે. અમદાવાદ નાઓના માર્ગદર્શન હેઠળ સર્કલ પોલીસ ઇન્સ.આર.એન.વિરાણી પ.રે.મહેસાણા તથા શ્રી વી.ડી.વાળા, પો.ઇન્સ.એલ. સી. બી. પ.રે. અમદાવાદ તથા એલ.સી.બી, સ્ટાફના હેડ કોન્સ, લાલુભા મંગળસિંહ, બ.નં. ૦૨, હેડ કોન્સ, બકુલકુમાર હરજીવનભાઇ, બ.ન. ૨૨, હેડ કોન્સ, પ્રવિણભાઇ હમીરભાઇ, બ.નં. ૯૫ તથા ગાંધીધામ રે. પો.સ્ટેશનના એ.એસ.આઇ. મહમદખાન અબ્દુલખાન, બ.નં. ૧૩૬૬, પો. હેડ કોન્સ. શામળાભાઇ ગોપાલભાઇ, બ.નં. ૨૦૯, હેડ કોન્સ, રાજુભાઇ નારણભાઇ, બ.નં.૧૪૩૪, પો.કોન્સ. રામદેવસિંહ સુરપાલસિંહ, બ.નં. ૬૦૬, પો.કોન્સ. જયેશભાઇ મનસુખભાઇ, બ. નં. ૭૭૭ નાઓની અલગ-અલગ ટીમો બનાવી આરોપીને શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરતા, શ્રી વી.ડી.વાળા નાઓને ખાનગી રાહે મળેલ બાતમી મુજબ આ ગુનો આચરનાર વાદળી કલરનું લાઇનીંગવાળું શર્ટ તથા છીંકણી કલરનું પેન્ટ પહેરેલ, પાતળા બાંધાના વર્ણનવાળો ઇસમ સોમાણી વાંઢના પાટીયાથી પાછળના ભાગે આવેલ બાવળની ઝાડીમાં છુપાયેલ હોવાની હકિકત આધારે ઉપરોક્ત ટીમોના અધિકારી માણસો સાથે તપાસ કરતાં વર્ણનવાળો ઇસમ મળી આવતાં તેનું નામ ઠામ પુછતાં પોતાનું નામ અજયકુમાર રામશીભાઇ કોળી, ઉ.વ. ૨૫, ધંધો, મજુરી, રહે – ગામ સોમાણી વાંઢ, કીડીયાનગર, તા. રાપર, જી. કચ્છ – ગાંધીધામનો હોવાનું જણાવતા સદરીને વધુ પુછપરછ કરવા માટે ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશન લાવી, ગુના સબંધે પુછપરછ કરતાં ગુનાની કબુલાત કરેલ હોય.

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ