જખૌ પોલીસ સ્ટેશનની હદનાં સિંધોડી ચાર રસ્તા પાસેથી બે ઇસમોને ગેરકાયદેસર રીતે ચરસનાં જથ્થા સાથે પકડી પાડતી એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી જે.આર મોથાલીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી સૌરભ સિંઘ સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ નાઓએ પશ્ચિમ કચ્છ-જિલ્લામાં કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા તેમજ જે અંગે કેસો કરવા સુચના આપેલ હોય.

        જે અન્વય એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ.આર.બારોટ સાહેબ એસ.ઓ.જી. ટીમ સાથે અબડાસા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ જોરાવરસિંહ ગગુભા જાડેજા નાઓને ખાનગીરાહે બાતમી હકીકત હકીકત મળેલ કે, “કચ્છ જિલ્લામાં હાલમાં દરિયાકિનારેથી મળી આવતા બિનવારસુ માદક પદાર્થ ચરસના પેકેટ પૈકીના અમુક પેકેટ ભાવેશ કુંવરજી કોળી તથા મહેશ વેરશી કોળી રહે. બંન્ને મોટી સિંધોડી તા.અબડાસા વાળાઓએ પોતાની પાસે રાખી મૂકી અને તે માદક પદાર્થ ચરસ વેચાણ કરવાની કોશિષમાં હોઇ” તેવી સચોટ બાતમી હકીકત આધારે તુરંત વર્ક આઉટ કરી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપીઓના કબ્જામાંથી માદક પદાર્થ ચરસનો પેકેટ નંગ- 1 જેનું કુલ વજન 0.796 કિ.ગ્રા. કિં.રૂ. 1,34,400/- તથા ગુનાના કામે ઉપયોગમાં લીધેલ મો.સા. હિરો સ્પ્લેન્ડર પ્લસ જેની કિં.રૂ. 70,000/- તથા મોબાઇલ નંગ-૨ કિં.રૂ.10,000/-  એમ કુલ કિં.રૂ. 2,14,400/-મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી જખૌ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ જખૌ મરીન પો.સ્ટે. ચલાવી રહેલ છે.

પકડાયેલ આરોપીઓ –

( 1. ) ભાવેશ કુવરજી કોળી ઉ.વ.૨૧, રહે. મોટી સિંધોડી, તા. અબડાસા-કચ્છ

( 2. ) મહેશ વેરશી કોળી ઉ.વ.૨૪ રહે. મોટી સિંધોડી તા. અબડાસા-કચ્છ

કબ્જે કરેલ મુદ્દામાલ –

(1.) માદક પદાર્થ ચરસ જેનું કુલ વજન 0.896 કિ.ગ્રા. કિં.રૂ. 1,34,400/-

(2.) ગુના કામે ઉપયોગમાં લીધેલ હિરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. – 01 જેની કિં.રૂ ૭૦,૦૦0/-

(3.) મોબાઈલ નંગ-૨ કિં.રૂ. 10,000/-

કુલ મુદ્દામાલ કિં.રૂ. 2,14,400 –

આ કામગીરીમાં એસ.ઓ.જી. ભુજના પો.ઇન્સ.શ્રી એમ.આર.બારોટ સા. તથા એ.એસ.આઈ જોરાવરસિંહ જાડેજા, વિજયસિંહ યાદવ તથા પો.કોન્સ. મદનસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, ચેતનસિંહ જાડેજા, સુનિલકુમાર પરમાર, રજાકભાઈ સોતા તથા ડ્રા.પો.કોન્સ. મહિપતસિંહ સોલંકી જોડાયેલ હતા.