કોરોનાકાળમાં ઉમદા માનવ સેવા આપનાર નિતિનજાની બોટાદના સરવા ગામે એક માનસિક અસ્થિર યુવાનની વહારે આવ્યા.!

બોટાદ શહેરના સરવા ગામે છેલ્લા ચાર દિવસથી સતત તાપ તડકો જોયા વગર જે ઉમદા મદદની ભાવના થી માનવીય અભિગમ સાર્થક કરી બતાવ્યો છે, તેવા નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈને એક 22 વર્ષના યુવાન મહેશભાઈ ની સોશિયલ મીડિયા દ્વારા માહિતી મળેલ કે બોટાદ જિલ્લાના સરવા ગામે તુરખારોડ પર એક  ખેત તલાવડી ની બાજુમાં રહેતા પરિવારના યુવાન પુત્ર માનસિક રીતે અસ્વસ્થ હોય તેને ઘરની બહાર ઝાડ સાથે બાંધી રાખવામાં આવતો હતો. આ માનસિક અસ્થિર યુવાન મહેશ આસપાસ નીકળતા લોકોને ગામજનોને તથા ઘરના ને પથ્થર મારે તે હાલતમાં હોય, તેને છેલ્લાં છ માસ થી ઘર ની બહાર જ બાવળ સાથે બાંધી રાખવામાં આવ્યો હતો. આ અંગે માહિતી મળતા ગુજરાતના  જાણીતા યુટયુબર  નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈ પોતે પોતાની ટીમ ને લઈ સરવા ગામ આવી પહોંચ્યા હતાં.! ત્યાં પહોંચી સતત ચાર દિવસ મહેનત કરી આ ગરીબ પરિવારને રહેવા માટે મકાન બનાવવાની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે આ પરિવારને પીવાનાં પાણી માટે પાણીનો બોર પડાવી આપેલ તેમજ મકાન માં લાઈટ જરૂરી બે પંખા,મકાનમાં એક ઠંડી હવા ફેંકે તેવું કુલર મૂકી આપેલ હતું. તેમજ આ માનસિક અસ્થિર યુવાન મહેશ ને પોતાની જાતે નવડાવી,  બાલદાઢી કરી સ્વચ્છ કપડાં પહેરાવી ભાવનગર દવાખાને સારવાર અર્થે લઈ જવામાં આવેલ હતો.! ત્યારે આ માનવિય સેવા ની બોટાદ જિલ્લામાં લોક મુખે ચર્ચાનો વિષય બન્યો હતો.