કોમ્બીંગ નાઇટ રાઉન્ડ દરમ્યાન મેમણ કોલોની વિસ્તારમાંથી વરલી મટકા આંક ફરકના જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ

c38da1d6-43b2-4788-8ba0-bfbd3af1b290

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથલીયા સાહેબ, બોર્ડર રેન્જ, ભુજ તથા શ્રી સૌરભસિંઘ સાહેબ, પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એન. પંચાલ સાહેબની સૂચના મુજબ દારૂ-જુગારના સફળ કેસો શોધી કાઢવા તથા આ બદીને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવા સારુ હાલમાં જુગારની ડ્રાઈવ ચાલુ હોય જે અન્વયે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.વી. વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ કોમ્બીંગ નાઈટ રાઉન્ડમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન સર્વેલન્સ ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ ઇન્દ્રસિંહ જાડેજા નાઓને ખાનગી તેમજ સચોટ ભરોસાપાત્ર બાતમી હકિકત મળેલ કે, મેમણ કોલોનીના સામેના ભાગે બાવળોની ઝાડીમાં જાહેરમાં બે ઈસમો આંક ફરકનો હાર-જીતનો જુગાર રમી રમાડતા હોય જે બાતમી અન્વયે ખરાઇ કરી સ્ટાફ સાથે રેડ કરતા સદરહુ જગ્યાએ નીચે મુજબના આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

પકડાયેલા આરોપીઓના નામ –

( 1. ) સાજીદ ઉર્ફે ભુરો મામદ મેમણ ઉં.વ. ૨૧ રહે. મેમણ કોલોની અમનનગર ચાર રસ્તા પાસે ભુજ-કચ્છ

( 2. ) હાજી ઇબ્રાહીમ કુંભાર ઉં.વ. 26 રહે. કુંભાર ફળીયુ ભીડનાકા બહાર ભુજ-કચ્છ

પકડવાના બાકી આરોપીઓના નામ –

( 1 ) ૮૮૪૯૩૫૮૧૫૯ મો.નં.નો. ધારક (ગ્રાહક)

( ૨ ) ૮૮૪૯૨૩૭૪૦૦ મો.નં.નો. ધારક (ગ્રાહક)

( ૩ ) ૮૧૫૪૦૧૨૬૧૬ મો.નં.નો. ધારક (ગ્રાહક)

કબ્જે કરેલ મુદ્દામાલ –

( ૧ ) રોકડ રૂપિયા-૧૦,૯૫૦/-

( ૨ ) મોબાઇલ ફોન નંગ- ૨ કિં.રૂ.૧૦,૦૦૦/-

એમ કુલ્લે કિં.રૂ.૨૦,૯૫૦/-નો મુદ્દામાલ

સફળ કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી –

ઉપરોક્ત કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.પી. વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ રમેશજી તલાજી પરમાર તથા મયુરસિંહ ઇન્દ્રસિંહ જાડેજા તથા શક્તિસિંહ વિક્રમસિંહ જાડેજા તથા કીરીટસિંહ ગોવિંદજી જાડેજા એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ જોડાયા સફળ કામગીરી કરેલ.