સીટી ટ્રાફીક પોલીસ ગાંધીધામ દ્વારા ટાયર લોક સીસ્ટમનો ઉપયોગ કરી કરવામાં આવેલ ટ્રાફીક નિયમનની કામગીરી

c3fb6793-fa4b-4072-928a-942499b7a5f5

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓની સીટી વિસ્તારમાં ટ્રાફીક નિયંત્રણ કરવા અંગેની સુચના અને માર્ગદર્શન હેઠળ સીટી ટ્રાફીક પોલીસ દ્વારા ગાંધીધામ સીટી વિસ્તારમાં ફુટ પ્રેટ્રોલીંગ કરી ટ્રાફીકને અડચણ રૂપ વાહનોને ટાયર લોક સીસ્ટમનો ઉપયોગ કરી ટ્રાફીક નિયમન કરાવી સરદાર વલ્લભભાઇ પટેલ પુતળાથી ચાવલા ચોક, જવાહર ચોક વિસ્તારમાં ટ્રાફીકને અડચણ રૂપ વાહનો દુર કરાવી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા. તેમજ વાહન ચેકીંગની કામગીરી કરી નીચે મુજબની દંડની વસુલાત કરવામાં આવી.

અનુ ૧ એમ.વી.એક્ટ ૨૦૭ – ૧૦

એમ.વી એક્ટ એન.સી – ૭૪ સ્થળ દંડ – ૩૩,૬૦૦

આ કામગીરી પો.સ.ઇ. વાય.કે ગોહિલ તથા ટ્રાફીક શાખાના કર્મચારીઓ તથા ટ્રાફીક બ્રીગેડના જવાનો સાથે રહી કામગીરી કરેલ છે.

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ