ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂનાં રૂ.૩૨,૮૫૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી, ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પો.સબ.ઇન્સ. શ્રી પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને શહેર/ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચનાઓ આપેલ હતી. આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો પો.હેડ કોન્સ. ઘનશ્યામભાઇ ગોહિલ તથા સંજયભાઇ ચુડાસમાને બાતમી રાહે મળેલ હકિકત આધારે ચેતનભાઇ જેન્તીભાઇ પરમાર ઉ.વ.૫૦ ધંધો-ઇલેકટ્રીક રીપેરીંગ રહે.પ્લોટ નં.સી/૧૪૯, લખુભાઇ હોલ પાછળ, કાળીયાબીડ, ભાવનગરવાળાની રામવાડી કોમ્પ્લેકસમાં આવેલ શ્રી ખોડિયાર ઇલેકટ્રીક નામની દુકાનમાં રેઇડ કરતાં તેઓ હાજર મળી આવેલ. આ દુકાને જડતી તપાસ કરતાં નીચે મુજબનો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ. તેનાં વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિ. એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

કબ્જે કરેલ મુદ્દામાલઃ-

( 1. ) ડી.એસ.પી. બ્લેક ડીલકસ વ્હીસ્કી ફોર સેલ ઇન મહારાષ્ટ્ર ઓન્લી લખેલ ૨ લીટરની પ્લાસ્ટીકની કંપની સીલપેક બોટલ નંગ-૨૧ કિ.રૂ.૨૮,૩૫૦/-

( 2. ) સીગ્રામ્સ ઇમ્પીરીયલ બ્લુ સુપરીયર ગ્રેઇન વ્હીસ્કી ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓન્લી લખેલ 750 ML કાચની કંપની સીલપેક બોટલ નંગ-૬ કિ.રૂ.૪,૫૦૦/- મળી કુલ રૂ.૩૨,૮૫૦/-નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં કિરીટભાઇ પંડયા, ઘનશ્યામભાઇ ગોહિલ, કલ્યાણસિંહ જાડેજા, સંજયભાઇ ચુડાસમા

રિપોર્ટર એઝદ શૈખ ભાવનગર