સીટી ટ્રાફીક પોલીસ ગાંધીધામ દ્વારા ફેન્સી નંબર પ્લેટ, નંબર પ્લેટ વગરના વાહનો અટકાવવાની ડ્રાઇવ રાખી દંડ વસુલ કરી કરેલ ટ્રાફીક નિયમનની કામગીરી
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામનાઓની સીટી વિસ્તારમાં ટ્રાફીક નિયંત્રણ કરવા અંગેની સુચના અને માર્ગદર્શન હેઠળ સીટી ટ્રાફીક પોલીસ દ્વારા ગાંધીધામ સીટીના જુદા જુદા વિસ્તારમાં વાહન ચેકીંગ કરી ફેન્સી નંબર પ્લેટ વાળા વાહનો તથા નંબર પ્લેટ વગરના વાહનો અટકાવી ફેન્સી નંબર પ્લેટ વાળા વાહન ચાલકોને આર.ટી.ઓ. માન્ય નંબર પ્લેટ કરાવવા તથા નંબર પ્લેટ વગરના વાહન ચાલકોને નંબર પ્લેટ લગાડવા તાકીદ કરી તેમજ ગે.કા. પાર્કિંગ કરેલ વાહન ચાલકો વિરૂધ્ધ દંડનીય કામગીરી કરી નીચે મુજબની દંડની વસુલાત કરવામાં આવેલ છે.
અનુ. – (૧) એમ.વી.એક્ટ – ૨૦૭ – ૧૩ (૨) ફેન્સી નંબર પ્લેટ / નંબર પ્લેટ વગર આપેલ એન.સી – ૫૨ (૩) ફેન્સી નંબર પ્લેટ વગર કરેલ કૂલ સ્થળ દંડ – ૧૮.૩૦૦ (૪) અન્ય એમ.વી એક્ટ એન.સી – ૬૧ (૫) સ્થળ દંડ – ૩૦,૫૦૦/- (૫) કુલ એન.સી – ૧૧૩ (૬) કુલ સ્થળ દંડ ૪૮.૮૦૦/-
આ કામગીરી પો.સ.ઇ. વાય.કે ગોહિલ તથા ટ્રાફીક શાખાના કર્મચારીઓ તથા ટ્રાફીક બ્રીગેડના જવાનો સાથે રહી કામગીરી કરેલ છે.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ