મોટી વમોટીમાં વીજ લાઇન સાથે ભટકાતા મોરનું ઘટના સ્થળે મોત.

તા : ૧૯.૭.૧૮ : નો બનાવ

અબડાસા ના મોટી વમોટીમાં સૂઝલોનની પવનચક્કીઓ આવેલી છે જેની વીજ પરિવહન માટે પાથરેલી વીજલાઇનમાં ભટકાઈ ગુરુવારે સાડા ત્રણ વર્ષીય મોરનું મોત થયું હતું.સ્થાનિકોએ કરેલા આક્ષેપ મુજબ આ વિસ્તારમાં ચાર અન્ય મોરના પણ મોત થયાં હતાં. જોકે વન વિભાગના નલિયા ઉત્તર વર્ષ 1960માં ડો. સલીમ અલીએ મોરની જગ્યાએ ઘોરાડ ને રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવા સૂચન કર્યું હતું, પણ કમનસીબે નામમાં બસ્ટાર્ડ શબ્દના કારણે એ શક્ય બન્યું ના હતું. જોકે અબડાસામાં હાલત એવી થઈ છે કે એક ભારતના રાષ્ટ્રીય પક્ષી બનવાનું હતું એ ઘોરાડ કે એક હકીકત છે એ મોર.પણ બંને ને હાલ વીજલાઇનો મોતને ઘાટ ઉતારી રહી છે.

રેન્જના આર એફ ઓ વિજયસિંહ ઝાલાએ ઉમેર્યું કે સૂઝલોકની વીજલાઇનમાં ભટકાતા મોરનું મૃત્યુ થયુ છે. અમે મૃતદેહનો કબ્જો લીધા બાદ નલિયા ના ડો. આનંદ માલિવાડે પોસ્ટમોર્ટમ કર્યું હતું.

પ્રાથમિક તપાસમાં વિજલાઈન માં ભટકવાનું તારણ સામે આવ્યું છે આ અગાઉ ગઈ ફેબ્રુઆરીના પણ આ વિસ્તારમાં જ મોરનું સમાન કારણથી મોટ થયું હતું. વનવિભાગે ફર્સ્ટ ઓફેન્સ રિપોર્ટ દાખલ કરી આગળની કાર્ય વહી હાથ ધરી છે. રાષ્ટ્રિય પક્ષી મોરના મૃત્યુ થતા વનવિભાગના સ્ટાફે અંતિમદાહ આપ્યો હતો. જેમાં જી.એમ.ફફલ, હિરેન ભરાડ, આર.ડી. ગઢવી સહિતનો સ્ટાફ જોડાયો હતો.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *