ભચાઉ નજીક મધરાત્રે 3.4 ની તિવ્રતાનો આંચકો .

વાગડ ફોલ્ટમાં બે દિવસ માં છ હળવા કંપન નોંધાયા બાદ મધરાત્રે બે વાગ્યે ભચાઉ પાસે મઘ્યમ પ્રકારનો 3.4 ની તીવ્રતા નો આંચકો આવતા ઉચાટ ફેલાયો હતો. ધારા ધ્રુજતા કેટલાક લોકો ઊંઘ માંથી જાગી ગયા હતા. સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટરની યાદી મુજબ તા. 19 જુલાઈના રાત્રે 1.59 કલાકે ભચાઉથી ઉત્તર પૂર્વ દિશામાં કિલોમીટર ના અંતરે ભૂગર્ભ માં 29 કિલોમીટર ની ઊંડાઈએ 3.4 નો આંચકો આવ્યો હતો. જોકે માધ્યમ પ્રકાર ના કંપન હોઈ કોઈજ જાનહાની થઈ ના હતી પરંતુ કંપન અનુભવનારા કેટલાય લોકો ભરનિંદ્રા માંથી જાગી ગયા હતા.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *